ઢસા ગામ ના વતની લોકરક્ષક સહદેવ સિંહની ઈમાનદારીને અભિનંદન

હિન્દ ન્યૂઝ, ઢસા

                              સુરત ટ્રાફિક રિજિયન-૨ સેમી સર્કલ-૨૩ પરના ગજેરા લેકયૂ ગાર્ડન પોઇન્ટ પર ફરજ બજાવતા કોન્સ્ટેબલ લોકરક્ષક સહદેવસિંહ હરીભાઈ ગોલેતર બ.નં : ૩૫૬૯ છે જેઓ ઢસાગામ ના વતની પોતાની ફરજ બજાવી રહ્યા હતા એ દરમ્યાન અજાણ્યા કોઈ વ્યકિત નું પાકીટ મળી આવેલ હતું. જેમા રૂ. ૧૫,૦૦૦ રોકડ રકમ તથા જરૂરી કાગળ પુરાવાઓ હતા. પાકીટ માંથી મોબાઈલ નંબર મળતા તે વ્યકિત ને બોલાવી યોગ્ય ખરાઈ કર્યા બાદ જે વ્યકિત નુ પાકીટ હતું તેમને પાકીટ સુપરત કરવામાં આવ્યું. આવી સરાહનીય કામગીરી બદલ તેમની ફરજ નિષ્ઠા ને ધન્યવાદ છે.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment