હિન્દ ન્યૂઝ, ધારી
ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ નિહાળતા ધારાસભ્ય જે.વી. કાકડિયા એ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત ભાજપના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કેશોદ ખાતેથી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ ૧૦ લાખ કુટુંબોને કુટુંબના 50 લાખ લાભાર્થીઓને સમાવેશ કરી હોય જે અન્વયે સામૂહિક અભિવાદન કાર્યક્રમ લાઈવ પ્રસારણ થયું હોય. જેમાં રાજ્યમાં 101 તાલુકામાં પસાર કરવા માટે વિવિધ કે સેન્ટરોમાં વ્યવસ્થા ગોઠવી હોય તે અન્વયે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ધારી બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત માજી ધારાસભ્ય મનસુખભાઇ ભુવા જીતુભાઈ જોષી પરેશભાઈ પટણી હિતેશભાઈ જોષી, સીમાબેન વેગડા, પુનમબેન મકવાણા, મધુબેન જોષી તેમજ ધારી મામલતદાર સહિતની લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી નું લાઇવ પ્રસારણ કરતા જોવા મળ્યું.
રિપોર્ટર : સંજય વાળા, ધારી