હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ કોરોના ની પરિસ્થિતી ને ધ્યાને લઈ પોતાના મત વિસ્તાર ના ગામડાઓ ના મુખ્ય પ્રશ્નો સાંભળવા માટે ટુક સમય માટે પ્રવાસ બંધરાખેલ હતો અને આ સમય દરમિયાન લોકોના પ્રશ્નો ને વાચા આપવા અને નિરાકરણ માટે ધારાસભ્ય ના વેરાવળ ના કાર્યાલયે દરેક ગામડાઓ ના લોકોના તથા ખેડૂતો ના પ્રશ્નો સાંભળી તુરંત નિકાલ કરેલ હતો અને લાંબા સમય બાદ કોરોના ની પરિસ્થિતી હળવી થતાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ પોતાના મત વિસ્તારના લોકોને રૂબરૂ મળવા અને તેઓના પ્રશ્નો સાંભળવા માટે ગામડે ગામડે નો પ્રવાસ નક્કી કરતાં તા. ૪-૦૧-૨૦૨૧ ના રોજ ચાંડુવાવ, સુપાસી, કિંદરવા, સારસવા, પાલડી, તથા વાવડી (આદ્રી) ગામો ની રૂબરૂ મુલાકાત લેવા માં આવી અને તા.૫-૦૧-૨૦૨૧ ના રોજ છાત્રોડા,ચમોડા, મલોંઢા, દેદા, છાપરી, તાતીવેલા,અને ડાભોર ગામો ની રૂબરૂ મુલાકાત લઈ કોરોનાની ગાઈડલાઇન ધ્યાને રાખી ગ્રામજનો વચ્ચે રહી “ચોરે પે ચર્ચા” કરવામાં આવી અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા. જે પ્રશ્નો માં મુખ્યત્વે રોડ, રસ્તા, નર્મદા નાં પાણી નાળા બનાવવા, પિકઅપ સ્ટેન્ડ મૂકવા વિગેરે પ્રશ્નો રજૂ થયેલ હતા. જે પૈકી મોટા ભાગના પ્રશ્નો નો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યો અને બાકી ના પ્રશ્નો માટે જેતે શાખા ના અધિકારી સાથે સ્થળ ઉપર રૂબરૂ વાત કરી પ્રશ્નો નો નિકાલ કરવા સૂચના આપવામાં આવી અને જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી ગામે પહોચતા ના હોય, જેના માટે પાણી પુરવઠા અધિકારી ને વહેલા નર્મદાનાં પાણી પહોચાડવા માટે જરૂરી સૂચના આપવામાં આવી અને ખેડૂતોના પ્રશ્નો માં મુખ્યત્વે પાક વીમો વર્ષ ૨૦૧૯ નો હજુ ખેડૂતો ને મળેલ ન હોય જેના માટે કૃષિ મંત્રી ગાંધીનગર ને પાક વીમા ની રકમ વીમા કંપની દ્વારા ખેડૂતો ને વહેલીતકે મળે તે માટે પત્ર લખી રજૂઆત કરવામાં આવેલ હતી. વેરાવળ તાલુકાનાં બાકી રહેતા તમામ ગામો ની ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા લોકોના પ્રશ્નો ને સાંભળી સ્થળ ઉપર નિકાલ કરવા આવનારા દિવસોમાં પ્રવાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.
રિપોર્ટર : મો. સઈદ મહિડા, ગીર સોમનાથ
