હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના રૈયા ગામે હરિપુરા ધનકવાડા તરફ જતા ત્રણ રસ્તા પર સર્કલ મુકવાની માંગ ઉઠી છે. દિયોદર તાલુકા માં રૈયા ગામે તેમજ આજુ બાજુ વિસ્તાર માંથી મોટાભાગે લોકો સાધનો દ્વારા અવર જવર કરે છે. જેમાં અકસ્માત ની ઘટના ના બને તે માટે દિયોદર સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન કેશાબેન રેવાભાઈ પરમાર દ્વારા તેમજ ગ્રામજનો દ્વારા આ માગણી કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમય થી દિયોદર તાલુકા રૈયા ત્રણ રસ્તા પર અકસ્માત માં બનાવો સામે આવતા હતા. જેમાં આવી કોઈ ઘટના ના બને તે માટે રૈયા હરિપુરા ત્રણ રસ્તા પર આ સર્કલ બનાવવામાં આવે તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે દિયોદર તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરેમેન રેવાભાઈ એ જણાવેલ કે અમો હાલ દિયોદર સ્થાનિક ધારાસભ્ય તેમજ ઉચ્ચ કક્ષા એ લેખિત માં રજુઆત કરી છે અને જો આ સર્કલ બનાવવમાં આવે તેવી અમારી માંગ છે.
અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર