હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર તાલુકા ના નવા ગામ પાસે બુધવાર ના બપોર ના રોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા રીક્ષા માં સવાર બે વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેમાં બંને મૃતકો ને પી એમ અર્થ રેફરેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોકો ના ટોળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા પાસે આજરોજ રીક્ષા અને ઇકો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર અકસ્માત માં રીક્ષા માં સવાર ભાટી રાજેશ અજિતભાઈ રહે દિયોદર તથા ઠાકોર સંજયભાઈ હરચંદજી નું બને વ્યક્તિ ને શરીર ના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા જો કે બનાવ ના પગલે ઘટના સ્થળ પર લોકો ના ટોળા એકઠા થઇ ગયા હતા. જેમાં બનાવ ની જાણ દિયોદર પોલીસ ને કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળ પર દોડી આવી બંને મૃતકો ને પી એમ અર્થ દિયોદર રેફરેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જેમાં બંને મૃતકો ના પરિવારજનો પણ રેફરેલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જે મામલે દિયોદર પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર
