ગીર સોમનાથ જિલ્લામાં મદદાર યાદી સુધારણા ઝુંબેશ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લામાં આજથી મદદાર યાદીની ખાસ સક્ષિત સુધારણા કાર્યક્રમ શરૂ થયો છે. તે અંતર્ગત તા. ૨૩ અને ૨૯ નવેમ્બર તેમજ તા. ૬ અને ૧૩ ડિસેમ્બર રવિવારના રોજ ખાસ ઝુંબેશના દિવસે જેતે વિસ્તારમાં મતદાન મથક પર મતદારયાદી સુધારણા કામગીરી કરવામાં આવશે. ઉપરાંત ઓનલાઇન નેશનલ વોટર સર્વિસ પોર્ટલ પર મતદાન યાદીમાં સુધારા- વધારા માટે અરજી કરી શકાશે. નવાં ૭૫૭ મતદારોનો વધારે થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૯૩૩૦૪૫ મતદારો નોંધાયેલા છે. જિલ્લાના ૮૨૧ મતદારો ડિફેન્સમા ફરજ બજાવે છે.

રિપોર્ટર ; હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment