રાજકોટ શહેર નાં ઈ.ગુજકોપ પ્રોજેક્ટમાં ગુનાહિત ઇતિહાસ ચેક કરી, રાજકોટ પોલીસ કમિશનર દ્વારા પાસા વોરંટ જાહેર કરેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૧/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરનાં માથાભારે ઈસમની છાપ ધરાવતા અને મારામારીના અનેક ગુનાઓમાં તેમજ તાજેતરમાં ગેરકાયદેસર ૨ પિસ્ટલ સાથે પકડાયેલ લક્ષ્મીવાડીના ફાઇનાન્સર સંજયરાજ ઉર્ફે ચિન્ટુ જગતસિંહ ઝાલા ઉ.૨૯ રહે. લક્ષ્મીવાડી શેરી.૭ કૃષ્ણ કુંજ મકાન અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ભક્તિનગર પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.ઝાલા, એન.કે.જાડેજા, જે.બી.પટેલ, નિલેશભાઈ મકવાણા, ધનશ્યામભાઈ મેણીયા, મનરૂપગીરી ગોસ્વામી, મૈસુરભાઈ. કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment