ભારતીય બનાવટ નો વિદેશી દારૂ પકડતી વિઠલાપુર પોલીસ

હિન્દ ન્યૂઝ, વિરમગામ

પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય તથા મદદનીશ પોલીસ અધિક્ષક ડો. લવીના સિન્હા વિરમગામ વિભાગ વિરમગામ ના હોય અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડિવિઝન વિસ્તારમાં પ્રોહી દારૂ અને જુગારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ રહે તે સારું કરેલ સૂચના અનુસંધાને આજરોજ અમો પો. ઇન્સ્પેક્ટર એમ એ.વાઘેલા તથા પો.સબ.ઈ આર.એમ.દેસાઈ તથા સ્ટાફ ના તથા અ.પો.કો. જયેન્દ્રસિંહ સંતુભા તથા પો.અ.પો.કો. સંજયભાઈ શામજીભાઈ તથા અ.પો.કો હરેશભાઈ કમાભાઇ તથા ડ્રા.અ પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈ વગેરે પોલીસ સ્ટાફના સાથે પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન વિરમગામ બેચરાજી હાઇવે હાસલપુર ચોકડી નજીક આવતા તે દરમિયાન દ્રા.અ.પો.કો. જીગ્નેશભાઈ ગુણવંતભાઈના ઓને ખાનગી રાહે બાતમી ની હકીકત મળેલ માહિતી આધારે સદર જગ્યાએ વોચ તપાસમાં રહેતા ઉપરોક્ત વાતની હકીકત વાળી મારુતિ કંપનીની વેગેનર ગાડી નંબર g j.08.bs.0802 ચાલકે પોતાના કબજાની ગે.કા રીતે ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 11 પેટીમાની કાચની નાની મોટી બોટલ નગ.328 જેની કિંમત રૂપિયા 70700 તથા ગાડી ની કિંમત 300000 મળી કુલમુદ્દામાલ કીમત રૂ370700 નો મુદામાલપકડી પાડી સદરી વિરુધમાં પ્રોહીબીશન ધારા મુજબ ધોરણ સર તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Related posts

Leave a Comment