નર્મદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે ધનશયામભાઈ પટેલ ની વરણી

હિન્દ ન્યૂઝ, નર્મદા 

તા. 9/11/2020 ના રોજ ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા શહેરના તેમજ વિવિધ જીલ્લા ના ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ ની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં નમૅદા જીલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રના માહિર અેવા તેમજ જીલ્લાની પાર્ટી મા સંગઠન પર મજબૂત પકડ ધરાવતાં ધનશયામભાઈ પટેલ ની વરણી કરવામાં આવી આવી. પ્રદેશ ના આ નિર્ણય ને જીલ્લા ના ભારતીય જનતા પાર્ટી ના કાયૅકરો દ્વારા વધાવી લેવામાં આવ્યો હતો.

કાર્યકરો દ્વારા રાજપીપલા શહેરમાં આવેલ સફેદ ટાવર પાસે ફટાકડા ફોડી આતશબાજી કરી ઘનશ્યામભાઈ પટેલ નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફૂલહાર કરી, પુષ્પ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના તમામ આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Related posts

Leave a Comment