ઓખા ખાતે દર વર્ષે નારી શક્તિ મહિલા મંડળ ના પ્રમુખ દ્વારા શરદ પૂર્ણિમા ના દિને ભવ્ય ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, ઓખા

ઓખા માં દર વર્ષે નારી શક્તિ મહિલા મંડળ ના પ્રમુખ મરિયમ બેન ઉર્ફે ઉષાબેન તન્ના દ્વારા પોતાના જ ફળીયા મા કરવામાં આવતી ‘શ્રી શક્તિ ગરબી’ ખુબ જ વખણાય છે. આ વખતે પણ ‘શ્રી શક્તિ ગરબી’ મંડળ દ્વારા ઉષાબેન ના પોતાના જ ફળીયા મા નવદુર્ગા માતાજી ના દર્શન, મોગલ મા નો રાસ, રાધા ક્રિષ્ના દર્શન વગેરે રાખવામાં આવ્યા હતા. આ સાંસ્કૃતિક કાર્યક્રમ ને રાસ ગરબા નો રૂપ આપી પૌરાણિક પ્રથાને જીવંત રાખવામાં આવે છે. અને સમાજ ને આપણી હિન્દૂ સંસ્કૃતિ ની ઝાંકી નું દર્શન કરાવવા માં આવે છે. વધુમાં ‘શ્રી શક્તિ ગરબી મંડળ’ દ્વારા દશેરાના દિને શાસ્ત્ર ની વિધિ રૂપે બધી દીકરીઓ ને જમાડી ને લાણી પણ આપવામાં આવે છે. આમ આ તમામ નાની બાળાઓ ની ભીતર માં આદ્યશક્તિ નો રૂપ જોઈને, દર્શન કરીને, પૂજા આરતી કરી સમગ્ર શેરી સમાજ ના લોકો ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટ : પૂજા દવે, ઓખા

Related posts

Leave a Comment