જેતપુર ના સામાકાંઠા દેરડી રોડ પર ટેન્કર પલ્ટી મારી જતા ચાલક નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત

હિન્દ ન્યૂઝ, જેતપુર

જેતપુર શહેરના સામાકાંઠા દેરડી રોડ આજ રાત્રી ના સમયે એક પાણી નું ટેકટર રસ્તા પર થી પલ્ટી મારી જતા ચાલક નીચે દબાઈ જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું ચાલક નું મુતક ક્રેન ની મદદ થી બહાર કાઢવામાં આવ્યુ. જેતપુર શહેર ના સામાકાંઠા દેરડી રોડ પર ભરતભાઇ કાનભાઈ મૂંધવા (ઉ.22) નામ નો યુવક રાત્રી ના સાતક વાગ્યા ના સમયે પાણી નું ટેકટર લઈ ને જતો તે દરમિયાન નદીકાંઠા ના સિંગલ પટ્ટી નો રોડ તેમજ અંધાર પટ હોવા થી સામે થી કોઈ વાહન આવતા ચાલક ભરતભાઇ પોતાનું વાહન પાણી નો ટાંકો ભરેલ ટેકટર સાઈડ તરવવા જતા ટાંકા ના વજનને કારણે ટેકટર રોડ નીચે ઉતારી ગયું હતું. રોડ પણ કોઈ સાઈડ સોલ્ડર ન હોવા થી પાણી ભરેલ ટેકટર સીધું નદી ના કાંઠા વિસ્તાર માં પલ્ટી મારી ગયું ટેકટર ચાલક ભરતભાઇ નીચે દબાઈ જતા તેમનું ધટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માત ની જાણ થતાં નદીકાંઠા વિસ્તાર ના લોકોએ તરત પોલીસને જાણ કરી તેમજ પોલીસ ધટના સ્થળે પોહચી પરંતુ ચાલક નું દબાઈ જવાથી તેમનો પગ બહાર દેખતો તો તેમજ લાશ ક્રેન બોલાવી બહાર કાઢવામાં આવી તેમજ લાશ ને જેતપુર સરકારી હોસ્પિટલ પી.એમ માટે ખસેડવામાં આવી.

રિપોર્ટર : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment