બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક માર્ગ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, થરાદ

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રાહ ગામ નજીક માર્ગ પર ગાડી ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર પ્રમાણે ધાનેરા થરાદ હાઇવે રાહ ગામ નજીક રસ્તા પસાર થઈ રહેલી ગાડી ત્યારે પોલીસ ઇશારો કરતા તે ગાડી ચાલકે ગાડી ન રોકતા ગાડી ભગાડી મૂકી. જે કારણે શંકાસ્પદ જણાતા પોલીસે પીછો કર્યો. આ ઝડપી દોટ મુકતા ગાડી ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ગાડી રોડ પરથી નીચે ઉતરી જતાં પલટી ખાઇ ગઈ હતી. ગાડી ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી તેવું જાણવા મળ્યું હતું અને ચાલક ને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ ગાડીને અકસ્માત કારણે વધુ નુક્સાન થયું હતું. ત્યારે આ ઘટનાં બનતાં આજુ બાજુ ગામના લોકોના ટોળાં એકઠાં થયાં હતાં. થરાદ તાલુકાના રાહ ગામ નજીક અકસ્માત સર્જાયો પરંતુ સદનસીબે જાનહાનિ ટળી હતી.
વધું માહિતી જાણવા મળી નથી.

બ્યુરો ચીફ (ઉત્તર ગજરાત) : ગંગારામ ચૌહાણ

Related posts

Leave a Comment