મહાલ કેમ્પ સાઈટ ખાતે સરકારી આર્ટ્સ કોલેજ આહવાની ‘અધ્યાપક સજ્જતા શિબિર’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ      સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા-ડાંગ દ્વારા ફોરેસ્ટ કેમ્પ સાઈટ મહાલ ખાતે ‘પ્રકૃતિ શિક્ષણ અને માનવ જીવન’ વિષય પર એકદિવસીય અધ્યાપક સજ્જતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ અધ્યાપકોમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી અને વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના પડકારોનો ઉકેલ શોધવાનો હતો. શિબિરના પ્રથમ સત્રમાં સમગ્ર સ્ટાફને ૬ ટીમોમાં વિભાજિત કરી વન પરિભ્રમણ અને વૃક્ષો-વનસ્પતિઓની ઓળખની સ્પર્ધા યોજાઈ હતી. કેમ્પ સાઈટના શ્રી વિપુલભાઈ વળવીએ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહી અધ્યાપકોને ઔષધીય વનસ્પતિઓ અને સ્થાનિક જૈવવિવિધતા વિશે માહિતી પૂરી પાડી હતી. દ્વિતીય સત્રમાં NEP-2020ના અમલીકરણ,…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ધરમપુર-કપરાડાનાં આદિજાતિ વિસ્તાર માટે મહાત્વાકાંક્ષી યોજના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    દક્ષિણ ગુજરાતનાં દુર્ગમ અને પહાડી વિસ્તાર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં હવે હરખની હેલી આવશે. કેમ કે, આ ડુંગરાળ વિસ્તારમાં ખેતી માટેની પાણીની અછત દૂર કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 1,331.30 કરોડની દમણ-ગંગા લિફ્ટ ઇરિગેશન યોજનાને વહીવટી મંજૂરી આપી છે અને યોજનાના અમલીકરણ માટે ઝડપથી કામ આગળ વધી રહ્યું છે,  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં આદિજાતિ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇનો લાભ મળે તે માટે અડિખમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. નેવાનાં પાણી મોભે ચઢાવાશે આ યોજના હેઠળ મધુબન જળાશયમાંથી ઉપલબ્ધ વધારાનું પાણી ઉપાડી પડકારજનક અને પહાડી વિસ્તાર…

Read More

સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા દ્વારા બરડીપાડા ખાતે આયુર્વેદ તથા પંચકર્મ નિદાન સારવાર કેમ્પ સંપન્ન: ૩૮૮ દર્દીઓએ લાભ લીધો

હિન્દ ન્યુઝ, ડાંગ     પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ સેવાકીય વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ આહવા દ્વારા ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના સરકારી આયુર્વેદ દવાખાના બરડીપાડા ખાતે એકદિવસીય આયુર્વેદ તથા પંચકર્મ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી દેશી ચિકિત્સા પદ્ધતિ અને આયુષ સેવાઓ પહોંચાડવાના ઉદ્દેશથી આરોગ્ય વિભાગ અને આયુષ કચેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા તેમજ સરકારી આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો.  કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં સુબીર તાલુકા…

Read More

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માસ- ૨૦૨૬’નો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ    વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તથા પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ, વલસાડના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં યોજાયેલા ‘રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬’નો ભવ્ય પૂર્ણાહુતિ સમારોહ પારડી તાલુકાના પરિયા ગામે ગ્રામ પંચાયત હોલમાં ઉત્સાહભેર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ તથા ૦થી ૬ વર્ષનાં બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવો, કુપોષણ નિવારણ અંગે જનજાગૃતિ ફેલાવવી અને પોષણને જનઆંદોલનનું સ્વરૂપ આપવાનો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના પટેલે જણાવ્યું કે, સ્વસ્થ બાળ અને સ્વસ્થ નારી એ જ સમૃદ્ધ રાષ્ટ્રની ઓળખ છે. રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન જિલ્લાભરમાં…

Read More

સુરતમાં ‘મંત્રા’ના ૪૯મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત            ટેક્સટાઈલ સેક્ટરને ‘લેબ-ટુ-ઇન્ડસ્ટ્રી’ અને ગ્લોબલ ઇનોવેશન તરફ લઈ જવાનું આહવાન     સુરત ખાતે કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી ગિરિરાજ સિંહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ગરિમામય ઉપસ્થિતિમાં ટેક્સટાઈલ રિસર્ચ ક્ષેત્રે અગ્રેસર સંસ્થા ‘MANTRA’નો ૪૯મો સ્થાપના દિવસ ઉજવાયો. મુખ્ય મુદ્દાઓ: લેબ-ટુ-ઇન્ડસ્ટ્રી કન્વર્ઝન: સંશોધનો માત્ર પ્રયોગશાળા પૂરતા સીમિત ન રહેતાં સીધા ઉદ્યોગો સુધી પહોંચે અને ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્રે ભારત વિશ્વની આગેવાની કરે તેના પર ભાર. સસ્ટેનેબિલિટી અને રિસાઈકલિંગ: કાર્બન ફાઈબર, વિગન લેધર અને કેમિકલ રિસાઈકલિંગ દ્વારા સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્પર્ધા માટે સજ્જ થવાની…

Read More

સુરત કલેક્ટર કચેરી ખાતે માહિતી અધિકાર સપ્તાહ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત RTI માર્ગદર્શન પરિસંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત     માહિતી અધિકાર (RTI) સપ્તાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા સેવા સદન ખાતે રાજ્ય માહિતી કમિશનરશ્રી મનોજ પટેલના અધ્યક્ષ સ્થાને ‘સંવાદ-માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫નું અમલીકરણ અને જવાબદારીનું સુદ્રઢીકરણ” વિષય પર પરિસંવાદ યોજાયો હતો. સુરત તેમજ તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લાના કલેક્ટરો અને વહીવટી તંત્રના જાહેર માહિતી અધિકારીઓ, પ્રથમ અપીલ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.              પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા તથા પ્રથમ અપીલ સંબંધિત…

Read More

જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાના ઉનાઈ અને નવતાડ ગામની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ વાંસદા તાલુકાના ઉનાઈ અને નવતાડ ગામની મુલાકાત લઈ પાયાની સુવિધાઓ, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, બાળપોષણ અને વિકાસલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ અને સુવિધાઓના સુદૃઢીકરણ અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. ઉનાઈ ગામે ગ્રામ પંચાયતની મુલાકાત દરમિયાન ગામની વસ્તી, આંગણવાડીઓ, જર્જરિત શાળાઓ, પાણીની સમસ્યા અને વન્યપ્રાણી દીપડાના આંટાફેરા સહિતના સ્થાનિક પ્રશ્નોની માહિતી મેળવી હતી. ત્યારબાદ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોને આપવામાં આવતા પોષણક્ષમ આહાર, કુપોષિત બાળકોની સ્થિતિ, પોષણ કિટનું વિતરણ અને વાલીઓના કાઉન્સેલિંગ અંગે જાણકારી…

Read More