આણંદ ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી અને ન્યુ વલ્લભ વિધાનગર ખાતે આવેલ એસ.જી.પટેલ આયુર્વેદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત હેલ્થ સેન્ટર ખાતે નિઃશુલ્ક ‘સુવર્ણપ્રાશન કેમ્પ’ યોજાયો હતો. વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. ડી. એચ. પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કેમ્પનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાનો અને સ્વાસ્થ્ય રક્ષણ કરવાનો હતો.                 આ કેમ્પમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પેન્શનરો, ફાર્મ મજૂરો તેમજ યુનિવર્સિટી વસાહત (કેમ્પસ) ખાતે રહેતા પરિવારજનોના ૦ થી ૧૫ વર્ષની વયજૂથના બાળકોને આવરી લેવામાં…

Read More

આણંદ જિલ્લામાં ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાનો ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ

હિન્દ ન્યુઝ, આણંદ    રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને GVK EMRIના સંયુક્ત ઉપક્રમે કાર્યરત ૧૯૬૨ ‘કરુણા એનિમલ એમ્બ્યુલન્સ’ સેવાએ તા.૦૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરી ૧૦મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. નિરાધાર, બિનવારસી તેમજ ઈજાગ્રસ્ત અબોલ પશુ-પક્ષીઓ માટે આશાનું કિરણ બનેલી આ હેલ્પલાઇન આજે માત્ર એક ઈમરજન્સી સેવા ન રહેતા મૂંગા જીવો માટે સાચા અર્થમાં જીવનદાયી સહારો પુરવાર થઈ રહી છે. છેલ્લા નવ વર્ષની અવિરત અને નિઃસ્વાર્થ સેવા દરમિયાન ૧૯૬૨ એનિમલ હેલ્પલાઇન દ્વારા આણંદ જિલ્લામાં કુલ ૨૦,૦૯૧થી વધુ પશુઓ અને પક્ષીઓને સ્થળ પર જ સમયસર નિઃશુલ્ક સારવાર પૂરી…

Read More

તા.09 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના સારસા, ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, પેટલાદ તાલુકાના પાડગોલ, બોરસદ તાલુકાના રાસ,ખંભાત તાલુકાના નગરા અને તારાપુર તાલુકાના વરસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના સારસા…

Read More