પ્રાકૃતિક ખેતીમાં બીજામૃત થકી પાકનું જતન અને વાવેતર

હિન્દ ન્યુઝ, ભાવનગર     બીજ સંસ્કાર માટે બીજામૃતનો ફાળો પ્રાકૃતિક કૃષિનું અભિન્ન અંગ છે, બીજામૃત સરળ રીતે ખેતર પર ઉપલ્બધ દ્રવ્યોમાથી બનાવવામાં આવે છે,જેનો ઉપયોગ વાવણી પહેલા બીજને માવજત એટલે કે પટ આપવા માટે થાય છે, તેનો ઉપયોગ રોપા,ધરૂ અથવા કોઇપણ રોપણી માટેની સામ્રગીની માવજત માટે કરવામાં આવે છે.   બીજામૃતનો ઉપયોગ કરવાથી છોડના મૂળને જમીનજન્ય ફૂગ તથા બીજ જન્ય રોગો સામે રક્ષણ મળી રહે છે.  બીજામૃતમાં ઘણા ફાયદાકારક સૂક્ષ્મજીવો અને સૂક્ષ્મતત્વો રહેલા છે, જે છોડને વૃધ્ધી અને વિકાસમાં જવાબદાર છે જેનાથી ઉત્પાદન અને ઊપજમાં વધારો કરે છે બીજામૃત…

Read More

બોટાદ નગરપાલિકા દ્વારા ખાલી કોલ્ડ ડ્રિંક્સ કે પાણીની બોટલ પરત કરનાર નાગરિકને પ્રોત્સાહન રૂપે જ્યુટ બેગ આપવામાં આવી

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ હિન્દ ન્યુઝ, બોટાદ       વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ની ઉજવણી અંતર્ગત બોટાદ નગરપાલિકા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એક્સન્ડેડ પ્રોડયુસર રિસ્પોન્સિબિલિટી અંતર્ગત કોલ્ડ ડ્રિંક્સ, મિનરલ વોટર વગેરેની ખાલી બોટલો પરત કરનારને વળતર/પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે બોટાદ નગરપાલિકા દ્વારા જ્યુટ બેગ આપવામાં આવી હતી. આ પ્રવૃત્તિ થકી નાગરિકોને સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા સંદેશ અપાયો હતો. આ અવસરે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Read More

લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે

હિન્દ ન્યુઝ, અમદાવાદ       આપણા દેશમાં લીમડાના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે. આયુર્વેદની અનેક દવાઓ અને પાક રક્ષક દવાઓ તથા ખાતર આપનાર કડવો લીમડો પર્યાવરણના ઉત્તમ રક્ષક તરીકે ખૂબ જ ઉપયોગી છે. માટે જ તે “સૌ દુઃખોની એક દવા” કે “નીમ હકીમ” તથા “ગામડાની ફાર્મસી” તરીકે ઓળખાય છે.           લીમડાના તેલની વાત કરીએ તો, લીમડાના તેલમાં એઝાડીરેકટીન, નીમ્બિન, નીંબિડીન, સેલેનીન, મેલીઓન્ટ્રીઓલ જેવા 100થી વધુ સક્રિય ઘટકો આવેલા છે. જે મોલોમસી, સફેદ માખી, થ્રિપ્સ, મીલીબગ વિવિધ ઈયળો જેવી 200 કરતાં વધારે નુકસાનકારક જીવાતો સામે રક્ષણ…

Read More

શંકાસ્પદ કે શિકારી પ્રવૃતિઓ ધ્યાને આવે તો વન વિભાગની કચેરીને જાણ કરવા અપીલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર’” છે. ગુજરાતનુ ગૌરવ સમા એશીયાઈ સિંહો સૌરાષ્ટ્રના ૨૦૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારમાં મુક્તપણે પરીભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખુબજ મોટો ફાળો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જમીન ઉપર પણ સિંહોના સહઅસ્તિત્વમાં વધારો દર્શાવતી એક અદ્રભુત કહાની બની ગયો છે. આ અવિરત પ્રયાસો થકી સિંહો હવે જોખમની બહાર આવી ગયાં છે અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયાં હતાં તેવા વિસ્તારોમાં…

Read More

મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળા લીલી ચાદર ઓઢી ખીલી ઉઠી

હિન્દ ન્યુઝ, ધરમપુર       ધરમપુરથી આશરે 40 કિમી દૂર મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા મોટી કોરવડમાં સહ્યાદ્રીની પર્વતમાળાએ વર્ષાઋતુમાં લીલી ચાદર ઓઢી લેતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું છે! કુદરતના ખોળે પ્રાકૃતિક સૌંદર્ય લઈ મહારાષ્ટ્રના ઉપરવાસ વિસ્તારોમાં થયેલા સારા વરસાદથી પાર નદીના ખળખળ વહેતા થયેલા નવા નીરથી મોટી કોરવડનો આ વિસ્તાર ખીલી ઉઠયો છે. તામછડીના અનેક ઘાટ પસાર કરી મોટી કોરવડમાં ઊંચાઈ ધરાવતા આ વિસ્તારમાંથી નીચે ભયાનક ખીણમાંથી સહ્યાદ્રીની પર્વત માળા વચ્ચેથી નીકળતી પાર નદી તથા પર્વતો વચ્ચેના ગુલાબી વાદળોને લઇ દ્રશ્યમાન થતો આહલાદક અને મનમોહક નજારો મન પ્રફુલ્લિત કરી રહ્યો…

Read More