હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ. લીંબોળી શું છે? લીંબોળી એ લીંબડાના ઝાડ પરથી મળતી ફળ છે. જેમાં એઝાડીરેક્ટિન અને અન્ય બાયોએટીવ કોમ્પાઉન્ડ્સ હોય છે. આ રાસાયણિક તત્વો કૃત્રિમ કિટનાશકોની જેમ કાર્ય કરે છે અને કૃષિ જીવાતોને નિયંત્રિત…
Read MoreCategory: Nature
વેરાવળ અને ગીરગઢડામાં કુલ ૧૧૦૦ થી વધારે ખેડૂતોએ ખેતીલક્ષી માહિતી મેળવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પંદરમાં દિવસે કૃષિરથના માધ્યમથી ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે ગીરગઢડા તાલુકાના પીછવી, ઉમેદપરા અને ફાટસર તથા વેરાવળ તાલુકાના આણંદપરા, સુંદરપરા અને બોસન એમ કુલ ૬ ગામોમાં સેમિનારના માધ્યમથી ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા ચોમાસું ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ…
Read Moreપ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકનુ વાવેતર કરવાથી સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય છે : મિશ્ર પાકથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિત જરૂરી પોષક તત્વો મળી રહે છે
હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્ય પાકની સાથે વાવવામાં આવતા સહજીવી પાકની પસંદગીઃ જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા સહિતના સહજીવી પાકો ઉગાડી શકાય છે. તેમજ જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાકનું મૂળ ઊંડે જમીનમાં વધારે ઊંડુ ના હોય તે રીતે મિશ્ર પાકની પસંદગી કરવી જોઈએ. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી…
Read Moreવેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મૂલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન બંઘ રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) માં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી બંઘ રાખવામાં આવશે જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંઘ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreવિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના મલેસણા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ ખેડૂતોએ શિબિરમાં વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, સરકારની વિવિધ કૃષિ યોજાનાઓની જાણકારી સાથે મધમાખી ઉછેરની માહિતી મેળવી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના ચેખલા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ, કૃષિના અધતન સંશોધનો અને ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે સર્વે ખેડૂતો માહિતગાર થયા
Read More૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિરસિંગ નલવાયાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૧૩ માં ૫૧,૦૦૦ રૂ. ઇનામની સાથે શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર એનાયત કરાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા ભૂતરડી ગામના રહેવાસી અને હાલ ૮૩-૮૪ વર્ષીય વિરસીંગભાઈ નલવાયાએ વર્ષ ૨૦૦૦ માં નક્કી કર્યું હતું કે, મારે રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાળું અનાજ નથી પકવવું કે નથી તો એવો ખોરાક મારા પરિવારને ખવડાવવો. છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા વિરસીંગભાઈનું કહેવું હતું કે, રસાયણ એ એવું ઝેર છે કે, જે ધીમે ધીમે આપણા શરીરમાં પ્રવેશીને ઘર કરી દે છે, જેની અસર રૂપે નાની-મોટી સમસ્યાઓ થી લઈને ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ માટે…
Read Moreઉસરા આંગણવાડી પ્રાંગણમાં નાયબ નિયામક નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું
હિન્દ ન્યુઝ, દાહોદ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે લીમખેડા તાલુકાના ઉસરા ખાતે નાયબ નિયામક શ્રી નેહા કંથારીયા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરા ચૌહાણની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આંગણવાડીના પ્રાંગણમાં સ્ટાફ તેમજ અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નિયામક શ્રી નેહા કંથારીયા એ જણાવ્યું હતું કે, પ્રકૃતિનું રક્ષણ આપણા સૌની સામુહિક જવાબદારી છે અને આવા કાર્યક્રમો દ્વારા જનજાગૃતિ સાથે પર્યાવરણ પ્રત્યેની પ્રતિબંધતા વ્યાપક બની શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં દાહોદ જિલ્લામાં વૃક્ષોનું જતન થાય અને શહેર લીલુછમ બને અને…
Read Moreમાળીયા તાલુકાના વેજલપર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અન્વયે ખાસ ગ્રામસભા યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં માળિયા તાલુકાના વેજલપર ગામ ખાતે મોરબી જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાની ઉપસ્થિતિમાં પ્લાસ્ટિક મુક્ત ભારત મિશનને સાર્થક બનાવવા ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસની જનવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ગ્રામસભામાં વિશ્વ પર્યાવરણ દિવસની ગ્રામજનો સમક્ષ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. માનવ જીવન પર્યાવરણ પર આધારિત છે ત્યારે આજના સમયમાં પર્યાવરણનું મહત્વ સતત વધી રહ્યું છે. ત્યારે ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત વૃક્ષો વાવવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા પાણી અને વીજળી બચાવવા જમીન પર જ્યાં…
Read Moreભાવનગરમાં’વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી
હિન્દ ન્યુઝ, ભાવનગર ‘વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે’ ભાવનગર જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિવિધ જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં સિહોર તાલુકાના SBM-G દ્વારા પ્લાસ્ટિકની બોટલનું તોરણ બનાવી નાના ફૂલો વાવવામાં આવ્યાં, વલ્લભીપુરના કાનપર ગામની જય માતાજી સખી મંડળની બહેનો અને મહુવા તાલુકાની સ્વચ્છ ભારત મિશન.ગ્રા અને મનરેગાના કર્મીઓએ અલગ અલગ પ્લાસ્ટિકની બોટલમાં વૃક્ષારોપણ કર્યું હતું. ભાવનગર તાલુકાના SBM-G યોજના કર્મીઓ દ્વારા કીડીઓ માટે કિડિયારું મળી રહે તે માટે પ્લાસ્ટીક બોટલમાં કીડીયારું…
Read More“બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અર્થે “વિધા ડેરી” ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું કરાયું આયોજન
વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો હિન્દ ન્યુઝ, આણંદ વિદ્યા ડેરી પરિસરમાં પ્લાસ્ટિક કચરાને વીણી, સંગ્રહ કરીને સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી. ૪ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી પ્લાંટમાં કાર્યરત કામદાર મિત્રો અને ડેરી વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને “ઔધ્યોગિક સ્તરે પ્લાસ્ટિક” ને નાથવાનાં ઉપાયો” વિષય અંતર્ગત તાલીમી પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તારીખ ૫ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી ખાતે, વિશ્વ પર્યાવરણ થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” નાં અનુસંધાનમાં ડેરી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૨ પોસ્ટર રજૂ કરવામાં આવ્યા અને જાગૃતિનાં ભાગ રૂપે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. જે પોસ્ટરના મૂલ્યાંકન…
Read More