છતીસગઢના પ્રવાસીઓના એક સમુહે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, વડોદરા        કેવડિયા ખાતે એકતા દિનની ઉજવણીમાં સહભાગી થવા આવેલા છતીસગઢના પ્રવાસીઓના એક સમુહે વડોદરાના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. નકસલમુક્ત થયેલા તે વિસ્તારના આ પ્રવાસીઓએ આ પૂર્વે પાવાગઢ તથા આણંદ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પો નિહાળ્યા હતા.   

Read More

ઓડિશાથી સુરતના મહેમાન બનેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિમંડળે સુરતના ‘ડુમસ સી ફેસ’ની ખાસ મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, ડુમ્મસ  રાષ્ટ્રીય એકતા યાત્રાના સંદર્ભે ઓડિશાથી સુરતના મહેમાન બનેલા પ્રબુદ્ધ નાગરિકોના પ્રતિનિધિમંડળે સુરતના ‘ડુમસ સી ફેસ’ની ખાસ મુલાકાત લીધી હતી. દરિયાકિનારે અસ્ત થતાં સૂર્યના આહ્લાદક અને મનોરમ્ય દ્રશ્યોને ડેલિગેટ્સે પોતાના કેમેરામાં કંડારી સ્મૃતિઓ યાદગાર બનાવી હતી. સુરતની વિશ્વપ્રસિદ્ધ સ્થાનિક વાનગીઓનો સ્વાદ માણી સુરતી આતિથ્યની મુક્ત મને પ્રશંસા કરી હતી.

Read More

મહીસાગર જિલ્લામાં ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ભવ્ય ઉજવણીનું આયોજન

હિન્દ ન્યુઝ, મહીસાગર  જિલ્લામાં કુલ ૫૯ સ્થળોએ કિસાન ઉત્સવ તથા તમામ ગામો અને નગરપાલિકાઓમાં એકતા રેલી યોજાશે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ અને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી આયોજન અર્થે આજે જિલ્લા પ્રભારી મંત્રી પી.સી. બરંડાની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઈ હતી.   

Read More

નવસારીના દાંડી બીચ તથા સૈફીવિલા સહિતના પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા ઓડિશાના પ્રબુદ્ધ નાગરિકો

હિન્દ ન્યુઝ, નવસારી ગુજરાત ટુરિઝમના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા યાત્રાના પરિપેક્ષમાં ઓડિશાના કાલાહાંડી, રાયગોડા, બલાંગીર અને નુવાપુરા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો તા.૨૬ થી ૩૧ ઓક્ટોબર સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસન સ્થળોની મુલાકાતે છે. આજે ત્રીજા દિવસે ભારતના સ્વતંત્રતા સંગ્રામના અમર પ્રતિક સમાન ઐતિહાસિક ભૂમિ દાંડી ખાતે ભાવસભર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન પ્રવાસીઓએ દાંડી બીચ, ઐતિહાસિક સૈફી વિલા, પ્રાર્થના મંદિર, કિર્તી સ્તંભ તેમજ રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકની મુલાકાત લઈને મહાત્મા ગાંધીજીની સ્મૃતિઓને નમન કર્યા હતા.               મુલાકાતીઓએ ૧૯૩૦ની ઐતિહાસિક દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ જ્યાં…

Read More

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, નવસારી     આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીની ઉપસ્થિતિમાં તા.૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ યોજાનારા પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં બંને દિવસના કાર્યક્રમો સફળતાપૂર્વક અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે જરૂરી વ્યવસ્થાઓ, વિભાગો વચ્ચે સંકલન તથા કાર્યક્રમોની પૂર્વતૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી બનાસકાઠાથી તા.૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન નિધિ યોજનાનો ૨૪મો હપ્તાનું વિતરણ કરશે. જે અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય…

Read More

હરિત ક્રાંતિનું નેતૃત્વ કરતું બનાસ મૉડેલ…

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા  🔸 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. 30 ઑક્ટોબરે ભીલડીથી બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતેના નવા બાયો-સીએનજી પ્લાન્ટ્સનું ખાતમુહૂર્ત કરશે 🔸 થરાદ પ્લાન્ટમાં પ્રતિદિન 75 મેટ્રિક ટન અને રાધનપુર ખાતેના પ્લાન્ટમાં પ્રતિદિન 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરી શકાશે; સ્વચ્છ ઊર્જા અને સેન્દ્રિય ખાતરના ઉત્પાદનને વેગ મળશે 🔸 નવા બે પ્લાન્ટ્સ સાથે બનાસ ડેરીના બાયો-સીએનજી પ્લાન્ટ્સની સંખ્યા છ થશે; છાણના પ્રોસેસિંગની ક્ષમતા પ્રતિદિન 515 મેટ્રિક ટન સુધી પહોંચશે 🔸 ગોબરમાંથી તૈયાર થતો બાયો-સીએનજી રાહતદરે ઉપલબ્ધ, બનાસ ડેરી દ્વારા દરરોજ આશરે 6,100 કિલોનું વેચાણ 🔸 6 બાયો-સીએનજી પ્લાન્ટ્સ વાર્ષિક…

Read More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુઘસ ખાતે ટીબીના હાઈ રિસ્ક દર્દીઓની આરોગ્ય તપાસ સાથે નિક્ષય પોષણ કીટનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુઘસ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના હાઈ રિસ્ક દર્દીઓ માટે આરોગ્ય તપાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દર્દીઓના સ્વાસ્થ્યની ચકાસણી કરી તેમને જરૂરી પોષણ સહાય અને આરોગ્યલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત ટીબીના દર્દીઓનું વજન કરવામાં આવ્યું હતું તેમજ લોહીની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી સારવાર દરમિયાન તેમને પોષણક્ષમ આહાર મેળવવામાં સહાય મળી રહે. આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા…

Read More

નવસારીના આંગણે આયોજીત ‘સરસ મેળો-૨૦૨૬’ને ખુલ્લો મુકતા આદિજાતિ વિકાસ અને કુટિર ઉદ્યોગમંત્રી નરેશભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, નવસારી રાજ્યના આદિજાતિ વિકાસ અને કુટિરઉદ્યોગમંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે નવસારીના શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે તા.૨૮ ઓક્ટોબરથી તા.૪ નવેમ્બર સુધી ચાલનારા ‘સરસ મેળો-૨૦૨૬’ને ખુલ્લો મુકાયો હતો. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા આયોજીત આ મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ ગ્રામ્ય ઉત્પાદનોના પ્રદર્શન અને વેચાણ માટે કુલ ૩૫ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ૩૦ ક્રાફ્ટ સ્ટોલ અને ૫ ફૂડ સ્ટોલનો સમાવેશ થાય છે. મેળામાં નવસારીવાસીઓને મહત્તમ ખરીદી કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.    મેળામાં સખીમંડળોની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ખાદ્ય ચીજવસ્તુઓ, દીવાઓ, દિવાળી સજાવટની વસ્તુઓ,…

Read More

પશુઓની પરંપરાગત સંવર્ધન પ્રક્રિયાથી અદ્યતન બાયોટેક્નોલોજીની દિશામાં ગુજરાતની આગેકૂચ

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા     પશુપાલકો માટે પશુદીઠ દૂધ ઉત્પાદકતા વધારવા અને ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તાયુક્ત પશુઓ તૈયાર કરવાના ઉદ્દેશથી બનાસકાંઠા જિલ્લામાં ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું નિર્માણ; અત્યાધુનિક પ્રજનન તકનીક થકી એક વર્ષમાં 25,000 ભ્રૂણ વિકસિત કરવાનો લક્ષ્યાંક માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 30 ઓક્ટોબરના રોજ ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર (BBBRC)નું ઉદ્ઘાટન કરશે. પ્રગતિશીલ દૂધ ઉત્પાદકોને ગુણવત્તાયુક્ત પશુઓના સંવર્ધન માટે પ્રોત્સાહિત કરવા કાર્યરત છે બોવાઇન બ્રીડપ્રેન્યોર્સ ક્લબ, 316 બ્રીડપ્રેન્યોર્સ BBBRC સાથે જોડાયા.

Read More

બાળકોને કલા શીખવતાં શીખવતાં પોતાની કલાને આપી નવી ઓળખ: વડોદરાના અંગિતાબેન સાહની સર્જનાત્મક સફર

હિન્દ ન્યુઝ, વડોદરા જીવનના દરેક તબક્કે વ્યક્તિની જવાબદારીઓ બદલાતી રહે છે. બાળકોના ઉછેર અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી મહિલાઓને ઘણીવાર પોતાની ગમતી પ્રવૃત્તિઓ માટે સમય મળતો નથી. પરંતુ જ્યારે જીવનની વ્યસ્તતા થોડી ઓછી થાય છે, ત્યારે વર્ષોથી મનમાં રહેલો શોખ ફરી ખીલી શકે છે. વડોદરાનાં અંગિતાબેન સાહની કલાસફર આ વાતને સુંદર રીતે વ્યક્ત કરે છે. બાળકો નાના હતાં ત્યારે તેમને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે ચિત્રકામ શીખવતાં અંગિતાબેન આજે પોતાની જ કલાને નવો આયામ આપી રહ્યાં છે. એક સમયે પરિવાર સાથે જોડાયેલી આ પ્રવૃત્તિ આજે તેમના માટે આત્મસંતોષ, આનંદ,સર્જનાત્મક અભિવ્યક્તિ…

Read More