હિન્દ ન્યુઝ, નવસારી ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના વિવિધ રસ્તાઓને થયેલા નુકસાનને પગલે રસ્તાઓની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે અને માર્ગ વ્યવહાર વધુ સુગમ બને તે હેતુથી વિભાગ દ્વારા નુકસાન પામેલા રસ્તાઓનું સમારકામ પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવી રહ્યું છે. નવસારી માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેર શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં વિભાગ હસ્તકના રસ્તાઓ પર મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સણવલ્લા, રાનવેરી, ટાંકલ અને કરંજવેરી સહિતના માર્ગો…
Read MoreCategory: Gujarat
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ચીખલી તાલુકાનાં વિવિધ ગામોમાં રૂ. ૯.૧૯ કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં તલાવચોરા, ઘેજ, ચરી અને સોલધરા ગામોમાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના સહિત વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે હાથ ધરાનારા આ વિકાસકાર્યોના અમલીકરણથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધાઓ, શિક્ષણ, બાળપોષણ અને પાયાની માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં માર્ગ, શિક્ષણ અને બાળવિકાસ સહિતની પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ રૂ. ૯.૧૯ કરોડના ખર્ચે…
Read Moreકચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ‘ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું
હિન્દ ન્યુઝ, કચ્છ ➡️ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વિશિષ્ટ ઓળખ આપતું ઘુડખર અભયારણ્ય; ઘુડખરની ચપળ દોડ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની ક્ષમતા અન્ય વન્યજીવોથી અલગ પાડે છે. ➡️ તા. 14 જૂન સુધી પ્રવાસીઓ માણી શકશે રણની સફર કે જ્યાં ઘુડખર, યાયાવર પક્ષીઓ તેમજ અનોખી જૈવવિવિધતા બનશે મુખ્ય આકર્ષણ; વન વિભાગના સફળ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યા વધીને 7,672 થઈ. ➡️ ઘુડખર ઉપરાંત આ અભયારણ્યમાં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે; ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ આ અભયારણ્યની મુલાકાત લીધી કે…
Read Moreસરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, આહવા ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” તાલીમ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ડાંગ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ (DCPU), ડાંગ-આહવાના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, PWD કોલોની, આહવા ખાતે “આપત્તિ વ્યવસ્થાપન” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આપત્તિ કોઈ પણ સમાજ, જાતિ, ધર્મ કે પદ જોઈને નથી આવતી; તે ગમે તે સમયે અને ગમે તે સ્થળે આવી શકે છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની સુબુદ્ધિ, સમયસૂચકતા અને આસપાસ ઉપલબ્ધ વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરીને પોતાનો તેમજ અન્યોનો જીવ જોખમમાંથી કેવી રીતે બચાવી શકે, તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવાના હેતુથી આ…
Read Moreજામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેકટર પી.બી. પંડયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઓક્ટોબર માસની જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કૃષિલક્ષી વીજ જોડાણનો બેકલોગ દૂર કરવા, આંગણવાડીને પોતાની માલિકીના મકાનો આપવા, જર્જરિત વાયર્સ સત્વરે બદલી આપવા, બી.આર.સી. ધ્રોલમાં કમ્પાઉન્ડ વોલ અને નવું તાલીમ ભવન બનાવવા, વીજફીડર બંધ થવાની જાહેર જનતાને જાણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત પાણી પૂરું પાડવા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા, જે અંગે યોગ્ય કરવા કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. ચૂંટાયેલા વિવિધ જનપ્રતિનિધિઓના વીજલાઇન…
Read Moreવડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓની કલાત્મક અભિવ્યક્તિનું પ્રદર્શન, વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને ચિત્રોમાં સાકાર કરતા વિદ્યાર્થીઓ
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલાં ૨૫ હજારથી વધુ ચિત્રોનું જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત ‘સેવાસંકલ્પોત્સવ’ અંતર્ગત પ્રદર્શન યોજાયું છે. વિકસિત ભારત-૨૦૪૭ અને વિકસિત ગુજરાત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની પ્રેરણા સાથે ૧૬ ઑક્ટોબરથી શરૂ થયેલા આ બે દિવસીય પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જાગૃતિ, સર્વાંગી વિકાસ અને નશામુક્ત સમાજ જેવા વિષયો પર પોતાની કલાત્મક અભિવ્યક્તિ રજૂ કરી છે. વિદ્યાર્થીઓનાં આ ચિત્રોમાં વિકસિત ભારતના નિર્માણ અંગેની તેમની કલ્પનાઓ, આશાઓ અને સંકલ્પો જીવંત બન્યાં છે. સંસદસભ્ય ડૉ. હેમાંગ જોશીની પ્રેરણાથી યોજાયેલી…
Read Moreશિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, મોરબી શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ આ બેઠકમાં શિક્ષકોની તાલીમ, વિવિધ ઓનલાઈન પોર્ટલ પર કરવાની થતી એન્ટ્રીઓ તેમજ અન્ય વિભાગો દ્વારા સોંપાતી વિવિધ કામગીરી અંગે શિક્ષણ મંત્રી દ્વારા વિગતવાર સમીક્ષા કરાઈ. શિક્ષકોની કામગીરીને વધુ સુગમ અને સરળ બનાવવા ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવા સૂચના આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે, શિક્ષકોને બિન-જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન-શૈક્ષણિક કામગીરીમાંથી…
Read Moreઅમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, અમરેલી જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબહેન ચોડવડિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને જે.વી. કાકડિયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં એસ.ટી. બસ સ્ટોપેજ, ખેડૂતોને બેંકિંગ સુવિધા, ગેસ એજન્સી, ગૌચર જમીનમાંથી ગાંડાબાવળ દૂર કરવા તથા એસ.ટી.ના બંધ રૂટ ફરી શરૂ કરવા સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
Read Moreભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેની અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ભરૂચ જનહિતના પ્રશ્નોનું સમયસર નિરાકરણ, વિભાગો વચ્ચે સંકલન અને સરકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે અધિકારીઓને સૂચનો અપાયા ધારાસભ્યશ્રીઓએ રજૂ કરેલા પ્રજાકીય પ્રશ્નોના નિવારણ માટે સકારાત્મક પરામર્શ કરાયો
Read Moreમોરબીના ગોર ખીજડીયા ગામ ખાતે “મિશન મધમાખી’’ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, મોરબી ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે પરાગનયન પ્રક્રિયા અને મધમાખી પાલન વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માર્ગદર્શન અપાયું મોરબીના ગોર ખીજડીયા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં મિશન મધમાખી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાગાયતી પાકોને પરાગનયનની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને મધમાખી પાલનને વ્યવયસાલક્ષી પ્રવૃત્તિ તરીકે વિકસાવવા માટે માર્ગદર્શન આવ્યું હતું. મધમાખી પાલનના વૈજ્ઞાનિક અભિગમથી તેની ઉછેરની પદ્ધતિઓમાં મધપૂડાના વ્યવસ્થાપન, મધ ઉત્પાદન વગેરે જેવી પ્રવૃત્તિઓ વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
Read More