કચ્છના નાના રણમાં આવેલું પ્રસિદ્ધ ‘ઘુડખર અભયારણ્ય’ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયું

હિન્દ ન્યુઝ, કચ્છ

➡️ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને દસાડાના બજાણા જેવા વિસ્તારોને વિશિષ્ટ ઓળખ આપતું ઘુડખર અભયારણ્ય; ઘુડખરની ચપળ દોડ અને વિષમ હવામાનમાં અનુકૂલન સાધવાની ક્ષમતા અન્ય વન્યજીવોથી અલગ પાડે છે.

➡️ તા. 14 જૂન સુધી પ્રવાસીઓ માણી શકશે રણની સફર કે જ્યાં ઘુડખર, યાયાવર પક્ષીઓ તેમજ અનોખી જૈવવિવિધતા બનશે મુખ્ય આકર્ષણ; વન વિભાગના સફળ પ્રયાસોથી દુર્લભ ઘુડખરની સંખ્યા વધીને 7,672 થઈ.

➡️ ઘુડખર ઉપરાંત આ અભયારણ્યમાં વરુ, જંગલ બિલાડી અને ડેઝર્ટ ફોક્સ જેવા વિવિધ વન્યજીવો પણ જોવા મળે છે; ગત વર્ષે 25,000થી વધુ પ્રવાસીઓએ આ અભયારણ્યની મુલાકાત લીધી કે જેમાં 1,000થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો સમાવેશ.

Related posts

Leave a Comment