હિન્દ ન્યુઝ, દાહોદ ટીબી મુક્ત ભારત અભિયાનને વધુ વેગ આપવા અને ટીબીના શંકાસ્પદ દર્દીઓનું ઝડપી નિદાન સુનિશ્ચિત કરવાના હેતુથી દાહોદ જિલ્લામાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આર.ડી. પહાડિયાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. દુધિયા, ઢઢેલા, કતવારા, કદવાળ, મીરાખેડી, પેથાપુર, બલૈયા, અગાસવાણી અને જેસાવાડા ખાતે નવી ટ્રુનાટ મશીનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. આ મશીનોની મદદથી ટીબીના શંકાસ્પદ દર્દીઓનું વહેલી તકે નિદાન કરવામાં સહાય મળશે, જેથી દર્દીઓને સમયસર સારવાર…
Read MoreAuthor: Admin
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નં.-૪ની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નંબર-૪ની પેટા ચૂંટણી-૨૦૨૬ની મતગણતરી તા. ૧૧/૧૦/૨૦૨૬ ના રોજ સરકારી પોલિટેકનીક કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી. આ મતગણતરીના અંતે રંજનબેન જયદીપભાઈ રાઠવા કુલ ૧૧૦૮ મત મેળવીને વિજેતા બન્યા છે.જ્યારે હરીફ ઉમેદવારો પૈકી અર્જુનભાઈ રણજિતભાઈ રાઠવા ને ૩૫૬ મત અને કૈલાશબેન ભાવસીંગ રાઠવાને ૩૨૬ મત મળ્યા હતા. આ સિવાય નોટા (NOTA) માં ૩૬ મતો નોંધાયા હતા. મતદાન મથક વાઇઝ થયેલી મતગણતરીમાં કુલ ૧૮૨૬ માન્ય મતો નોંધાયા હતા, જ્યારે ટપાલ મતપત્રો તેમજ ટેન્ડર મતપત્રો શૂન્ય રહ્યા હતા. સંપૂર્ણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થતાં ચૂંટણી અધિકારી નગરપાલિકા…
Read Moreમહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, બોટાદ સેવા એ જ સંકલ્પ અભિયાન અંતર્ગત બોટાદના સાળંગપુર પ્રાથમિક શાળામાં મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને સરકારી યોજનાઓ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો શાળા સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, બાળ અધિકારો અને ૧૮૧ અભયમ હેલ્પલાઇન અંગે અપાઈ માહિતી: પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરાયું
Read Moreજામનગરમાં નવરાત્રિ પર્વે મહિલાઓની સુરક્ષા માટે 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ની વિશેષ ઝુંબેશ
જામનગર નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે જામનગર શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા તથા સલામતી સુનિશ્ચિત કરવા માટે જામનગરની 181 ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન અને ‘સી-ટીમ’ (SHE Team) સક્રિયપણે મેદાનમાં ઉતરી છે. નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ અને સી-ટીમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. મહિલા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા, 181 ‘અભયમ’ અને ‘સી-ટીમ’ દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરતા માર્ગદર્શન અપાયું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા…
Read Moreમોરબી જિલ્લા કલેક્ટર દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા મોરબીના મચ્છુ-૨ ડેમની મુલાકાત લઈ મત્સ્યોદ્યોગ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ડેમ ખાતે ફિશ કેચ કલ્ચર, મત્સ્યોદ્યોગની કામગીરી, માછીમારી સંબંધિત પ્રવૃત્તિઓ તથા ઉપલબ્ધ સુવિધાઓ અંગે જરૂરી માહિતી મેળવી સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે થતી કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Read Moreડાંગ જિલ્લા આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭ ની જિલ્લા કક્ષા બાસ્કેટબોલ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરીમાં ૪ માં પ્રથમ અને ૩ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકાર દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે આયોજિત ‘ખેલ મહાકુંભ ૨૦૨૬-૨૭’ અંતર્ગત ડાંગ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા તાજેતરમાં નવજ્યોત સ્કૂલ, સુબીર ખાતે ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ હતી. આ સ્પર્ધામાં એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ કેટેગરીમાં ૪ માં પ્રથમ અને ૩ માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. જેમાં અંડર-૧૪ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૪ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અંડર-૧૪ બોયઝ: દ્વિતીય સ્થાન, અંડર-૧૭ બોયઝ: પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (A ટીમ): પ્રથમ સ્થાન, અંડર-૧૭ ગર્લ્સ (B ટીમ): દ્વિતીય સ્થાન, અને…
Read Moreછોટાઉદેપુરની ઐતિહાસિક સિદ્ધિ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાએ કૃષિ અને સિંચાઈ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાસલ કરતાં રાષ્ટ્રીય સ્તરે જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ‘Improving Irrigation Infrastructure’ (સિંચાઈ માળખાકીય સુવિધાઓમાં સુધારો) કમ્પોનન્ટમાં નોંધપાત્ર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ છોટાઉદેપુર જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. નવી દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય સમારોહમાં માનનીય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટ ગાર્ગી જૈનને આ ગૌરવવંતો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર જેવા પહાડી અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના ટકાઉ…
Read Moreચોમાસાએ વિરામ લેતાં ડાંગ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
હિન્દ ન્યુઝ, ડાંગ ચોમાસાની ઋતુમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ડાંગ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા નાગરિકોની સુવિધા અર્થે વિવિધ માર્ગો પર સઘન મરામત તેમજ પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. વાહનચાલકો, પ્રવાસીઓ અને રાહદારીઓને સુગમ, ખાડામુક્ત અને સલામત માર્ગો ઉપલબ્ધ થાય તે હેતુથી વિભાગના ઇજનેરો અને તકનીકી ટીમ દ્વારા ફિલ્ડ પર ઉતરીને પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા વર્ષ દરમિયાન હાથ ધરાતી નિયમિત મરામત અને ગુણવત્તાયુક્ત પ્રી-મોન્સૂન કામગીરીને કારણે ચાલુ ચોમાસા દરમિયાન વિભાગ હસ્તકના માર્ગોને ખૂબ જ…
Read Moreસુરતની સુમન હાઈસ્કૂલ ખાતે ‘નન્હી કિલકારી’ અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અને નશામુક્તિ અંગે સંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, સુરત દ્વારા ‘નન્હી કિલકારી’ કાર્યક્રમ અંતર્ગત ઉધના સ્થિત સુમન હાઈસ્કૂલ નંબર-૬ ખાતે વિદ્યાર્થીઓ સાથે પોક્સો એક્ટ અવેરનેસ સંવાદ તથા ‘નશામુક્ત ભારત’ વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પૂર્ણકાલીન સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ રાકેશ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૧૭મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એ. કે. ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ન્યાયાધીશ એ. કે. ભટ્ટ અને પૂર્ણકાલીન સચિવ રાકેશ ગુપ્તાએ વિદ્યાર્થીઓને પોક્સો એક્ટની…
Read Moreશ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે પોલીસ વિભાગના સહયોગથી ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓમાં માદક પદાર્થોના દૂષણ અંગે જાગૃતિ લાવવા તથા તેના સેવનને અટકાવવાના ઉદ્દેશથી પોલીસ વિભાગના વિશેષ સહયોગથી ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ અને નશામુક્ત સમાજના નિર્માણ માટે યુવા પેઢીને માદક પદાર્થોની કુટેવથી દૂર રાખવાના મુખ્ય હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓને માદક પદાર્થોના સેવનથી શારીરિક, માનસિક અને સામાજિક સ્તરે થતા ગંભીર નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડ્રગ્સના દૂષણને નાથવા માટેના વિવિધ ઉપાયો તેમજ માદક પદાર્થો સંબંધિત વિવિધ કાયદાકીય જોગવાઈઓ, કલમો અને…
Read More