અગાઉ સેના, સુરક્ષા દળો પર હુમલો કરનાર હિજબુલના 2 આતંકવાદી માર્યા ગયા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોએ હિજબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીને ઠાર કર્યા છે. આ અથડામણ સોમવારે રાત્રે શરૂ થઈ હતી, જે મંગળવાર સુધી ચાલી હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ ફરહાન-નૈરા અને ઈરફાન રાથન તરીકે કરવામાં આવી છે. તે નૈરા રિયાઝનો સહયોગી હતો. તે વર્ષ 2016થી કાશ્મીરમાં સક્રિય હતો. સેનાએ તેને “એ” શ્રેણીમાં આતંકવાદી જાહેર કર્યો હતો. રાથર 2017થી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હતો. બન્ને આતંકવાદી સુરક્ષા દળો પર હુમલો કરવા સંડોવાયેલા હતા. Source: Divya Bhaskar (For Testing Purpose)

Read More

બંધારણની રચનાને આજે 70 વર્ષ પૂર્ણ થયા, સમયાંતરે 100થી વધુ સુધારા સાથે વધુ સશક્ત બન્યુ

આઝાદી પછી ભારતના બંધારણની રચના અને અમલીકરણની દ્રષ્ટિએ ઈતિહાસમાં 26મી નવેમ્બર અને 26મી જાન્યુઆરી ખાસ દિવસ છે. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં ભારતીય બંધારણની રચના માટે સમિતિની રચના કરવામાં આવી હતી. વિશ્વભરના અનેક દેશોના બંધારણોનો ઝીણવટભર્યો અભ્યાસ કરી, લંબાણપૂર્વકની બેઠકો, ચર્ચા વિચારણા તથા સંશોધન બાદ ભારતે વિશ્વના સૌથી મોટા લેખિત બંધારણની રચના કરી હતી. આ નવા બંધારણને 26મી નવેમ્બર, 1949ના રોજ બંધારણ સભાએ મંજૂરી આપતા 26મી નવેમ્બરના દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એ જોતાં ભારતના બંધારણને આજે 70 વર્ષ પૂર્ણ થાય છે. આ બંધારણનો અમલ 26મી જાન્યુઆરી,1950થી કરવામાં આવ્યો…

Read More