હિન્દ ન્યૂઝ, રાજપીપલા,
પ્રાપ્ત માહિતી અનુસાર તા.25/9/2020ના રોજ કચ્છ જિલ્લાના રાપર મુકામે એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરી ની ધાતકી હત્યા કરવામાં આવી. તથા ત્યાર પહેલાં ની ધટના ઉતર પ્રદેશ ના હાથસર માં તા.14/9/2020ના રોજ અેક 19 વષૅની યુવતી પર બળાત્કાર ગુજારી, યુવતી ની જીભ કાપી લેવાઈ, ત્યાર બાદ યુવતી નુ હોસ્પિટલમાં દુ:ખદ મૃત્યુ થાય છે. આવી અવાર નવાર બનતી ધટના આે અટકાવવા માટે આ આવેદનપત્ર સાથે તંત્ર ને ધ્યાન દોરવામા આવે છે અને દલિત સમાજ ના ‘સ્વયં સૈનિક દળ’ આ બાબત થી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર સાથે ઉગ્ર માંગ કરે છે કે દેવજીભાઈ મહેશ્વરી ના ખૂનીને કડકમા કડક સજા કરવામાં આવે, તથા હાથસરની દિકરીની ધટના ને ન્યાય મળે એ હેતુ થી આવેદન આપવામાં આવ્યું.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા