હિન્દ ન્યુઝ, પાલનપુર,
પાલનપુર ના સલ્લા ગ્રામ પંચાયત માં તલાટી ની બદલી ટ્રાન્સફર થયું. પરંતુ આ તલાટી ની જગ્યા પર નવા તલાટી ન મૂકતા ગ્રામજનો માં આક્રોશ જોવા મળ્યો છે. ગ્રામજનો દ્વારા ડી.ડી.ઓ અને ટી.ડી.ઓ ને જાણ કરવામાં આવી, પરંતુ લોકો ને ગ્રામ પંચાયત ના દાખલા અને ઉતારા જેવા સરકારી કામ કાજ માટે સહી સિક્કા કરાવવા ગામ ના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ગામ લોકો ની એવી રજુઆત છે કે તાત્કાલિક તલાટી ને ચાર્જ સોંપવામાં આવે. વહેલા તે પહેલાં ના ધોરણે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નવા તલાટી મકવામાં આવે એવી ગ્રામ જનો ની માંગ ઊભી થઈ છે.
રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર