સુરતમાં ૧૮ વર્ષથી ધૂણતા ભૂઈમાંનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જાથાનો આ ૧૧૮૧ મો સફળ પર્દાફાશ થયો

સરથાણા, સુરત

 
છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાઈ લાભુબેનના પાખંડનો ભોગ બનેલા ટેલીફોનિક અને જાથાના કાર્યાલયે રૂબરૂ પીડિતો આવીને માહિતી આપી કે સરથાણા વિસ્તારમાં અવધ સુભાષ પાર્ક મકાન નં. ૫૦ માં રહેતા ભૂઈમાં ઘરમાં મેલડી માતાજીનું વૈભવી સ્થાનક બનાવી લોકોના દુઃખ – દર્દ મટાડવાનું, સંતાન પ્રાપ્તિ માટે સોના ચાંદીનું છત્ર ચઢાવવું, માનતા ટેક વગેરે ધાર્મિક માટે દશ હજારથી પાંચ લાખ સુધીની ફી વસુલે છે અને સુખડી બનાવીને આરતી વખતે ધૂણીને દુઃખી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરાવીને આર્થિક લાભ મેળવે છે અને ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસે સેજળીયા, બાદલગઢના ગ્રામજનો પણ ભૂઈમાં પાસે આવે છે તેવી હકિકત જનતા સમક્ષ મુકવામાં આવેલ. જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ માહિતી આધારે તપાસ કરતાં મોટાભાગે પીડિતોના એક પણ પ્રશ્ન હલ થયેલ નથી તે તથ્ય હકિકત બહાર આવી હતી. જેથી કોરોના પરિસ્થિતિ ધ્યાને રાખી સંબંધિત અધિકારીઓને પત્રથી વાકેફ કરીને પર્દાફાશ કરવાનું નક્કી કરેલ. સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવિણસિંહ માલ સાથે રૂબરૂ મુલાકાત કરીને ભૂઈમાંના કારસ્તાન વિશે વાતચીત કરીને સરથાણા પોલીસ સ્ટેશન સ્ટાફ મદદરૂપ થાય તે સંબંધી માંગણી કરી હતી.

જાથાના ચેરમેનના વડપણ હેઠળ જીજ્ઞેશ અમીપરા, અંકલેશ ગોહિલ, સ્થાનિક કચ્છી મગનભાઈ રવાણી પોલીસ સ્ટેશન પહોંચી ભૂઈમાંની કાર્યવાહી માટે મહિલા પોલીસની હાજરી જરૂરી તેમજ માણસોના ટોળા ભેગા ન થાય તે માટે પોલીસ વાનમાં પોલીસ કોન્સ્ટેબલ વનીતાબેન હડીયા ડી.સ્ટાફ સાથે ભૂઈમાં ના ઘરે પહોંચી જાથાની અરજી સંબંધી વાકેફ કરી પોલીસે સંયમપૂર્વક પોલીસ સ્ટેશને લાવ્યા હતા. જાથાના જયંત પંડ્યાએ ભૂઈ લાભુબેનને મેલડી માતાના નામે છેતરો છો તે પુરાવા છે અને આ ધતિંગથી મોટો ગુન્હો બને છે તે વાકેફ કરેલ. વધુમાં કહ્યું કે અહીંયા ધૂણીને માતાજીને બોલાવીને જવાબ આપો તેવું કહેતા માતાજી તો ના આવ્યા બલ્કી ભૂઈના હોંશકોશ ઉડી ગયા અને હવેથી ધૂણવાનું, જોવાનું બંધ કરૂ છું એવુ સ્વૈચ્છિક કબુલાતનામું આપ્યુ હતુ. સુરત જોઈન્ટ પોલીસ કમિશ્નર પ્રવિણસિંહ માલા, પી.આઈ. ભરતસિંહ સોલંકી, પી.એસ.આઈ. ચેતનાબેન કાતરીયા, પી.એસ.આઈ. પ્રકાશભાઈ હઠીલા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ વનિતાબેન હડિયા તેમજ સરથાણા પોલીસ સ્ટેશનનો ડી.સ્ટાફ વગેરેએ ઉતમ કામગીરી કરી જાથાને મદદરૂપ થયા હતા.

અહેવાલ : ભોજભાઈ ટોયટા, નિકાવા 

Related posts

Leave a Comment