મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શારદીય નવરાત્રિ પર્વમાં આદ્ય શક્તિ માઁ અંબાજીના દર્શન અર્ચન કર્યા

હિન્દ ન્યુઝ, અંબાજી

   શારદીય નવરાત્રિના આઠમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પહોંચીને જગતજનની માઁ અંબેના ચરણોમાં ભાવપૂર્વક શીશ ઝુકાવ્યું.

ગુજરાત સતત વિકાસના નવા આયામો સર કરે, રાજ્યમાં શાંતિ, સમરસતા અને સમૃદ્ધિ કાયમ રહે તથા વિકાસની યાત્રાને માઁ આદ્યશક્તિના આશીર્વાદ સદાય મળતા રહે તેવી મંગલકામના મુખ્યમંત્રીએ વ્યક્ત કરી.

દર્શન-પૂજન બાદ મુખ્યમંત્રીએ નવરાત્રિ પર્વ દરમિયાન દૂર-દૂરથી અંબાજી ધામ દર્શને આવતા માઈભક્તો માટે કરવામાં આવેલી સુવિધાઓ, સુરક્ષા અને દર્શન વ્યવસ્થા અંગે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જાણકારી મેળવી.

Related posts

Leave a Comment