હિન્દ ન્યુઝ, વાવ-થરાદ
વાવ-થરાદ જિલ્લાના ભાભર તાલુકાના કારેલા ગામે બે બાળકો હોમવર્ક ન કર્યું હોવાથી શિક્ષક ઠપકો આપશે તેવા ડરથી શાળાએ ગયાં નહોતાં. બંને બાળકો જંગલ વિસ્તારમાં જઈને સંતાઈ ગયાં હતાં.
બાળકો જંગલ વિસ્તારમાં સંતાઈ ગયાની જાણ થતાં પોલીસ દ્વારા તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ત્યારબાદ ડ્રોનની મદદથી જંગલ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમોએ ટેક્નોલોજીની મદદથી શોધખોળ કરી બંને બાળકોને શોધી કાઢ્યાં હતાં બાળકોના માતા પિતાએ પીઆઇ એચ એલ જોશી તથા પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રાજેશ વ્યાસ, વાવ-થરાદ
