ગણદેવીના ભાટ ગામે ત્રણ દિવસ દરમિયાન ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

હિન્દ ન્યુઝ, નવસારી

   નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટ ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના ઉભા કરવામાં આવેલા અનધિકૃત ઝીંગા તળાવો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ભાટ ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાની બાબતને ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાટ ગામે છેલ્લા ત્રણ દિવસથી અંદાજે ૩૦,૦૦૦ ચો.મી.થી વધુ વિસ્તારના દબાણો દૂર કરવામાં આવ્યા છે. દબાણ દૂર કરવાની કામગીરી હાલ પણ ચાલુ છે.

       વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે તબક્કાવાર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અનધિકૃત રીતે બનાવવામાં આવેલા ઝીંગા તળાવો તથા અન્ય દબાણો દૂર કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી રહી છે.

              તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અથવા અનધિકૃત બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરનારાઓ સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

Leave a Comment