તા.09 ઓક્ટોબરના રોજ આણંદ તાલુકાના સારસા, ઉમરેઠ તાલુકાના સૈયદપુરા, પેટલાદ તાલુકાના પાડગોલ, બોરસદ તાલુકાના રાસ,ખંભાત તાલુકાના નગરા અને તારાપુર તાલુકાના વરસડા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના લાભો, સહાય મેળવવા માટે ગ્રામજનોને તાલુકા મથક સુધીના જવું પડે તે માટે ક્લસ્ટર બનાવીને એક ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે અને આ ગામ ખાતેથી જ આજુબાજુના ગામના રહીશોને સરકારની વિવિધ યોજનાઓના 55 પ્રકારના લાભો માર્ગદર્શન અને સહાય મળી રહે તેવું આયોજન જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ 09 ઓક્ટોબર શુક્રવારના રોજ સવારના 9-00 કલાકથી આણંદ તાલુકાના સારસા એસ.એલ.પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 04 ગામો સારસા,ખાનપુર,ખેરડા અને વેહરાખાડી ગામના ગ્રામજનો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. ઉમરેઠ તાલુકાના સૈયદપુરા પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 09 ગામો સૈયદપુરા, ભાલેજ,ફતેપુરા, જાખલા,દાગજીપુરા, સરદારપુરા,ખાનકુવા, બડાપુરા અને તારપુરા ગામના રહીશો માટે, પેટલાદ તાલુકાના પાડગોલ પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 06 ગામો મહેળાવ,બામરોલી, ચાંગા, ડેમોલ,પાડગોલ અને ધુંટેલી ગામ ખાતે, બોરસદ તાલુકાના રાસ હાઈસ્કૂલ ખાતે આજુબાજુના 07 ગામો કણભા,દીવેલ,કંકાપુરા,રાસ,અમિયાદ,સૈજપુર અને વાસણા (રાસ) ખાતે,ખંભાત તાલુકાના નગરા પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 10 ગામો જેમા નગરા,ઝાલાપુર,જીણજ,માલાસોની, ભાટ તલાવડી, કોડવા,મોતીપુરા,લુણેજ,દહેડા અને ગુડેલ ગામના રહીશો માટે અને તારાપુર તાલુકાના વરસડા પ્રાથમિક શાળા ખાતે આજુબાજુના 10 ગામો ઇન્દ્રણજ, ઈસનપુર, ચાંગડા, વાંકતળાવ, ફતેપુરા, ગલિયાણા, કસબારા, વાળંદાપુરા, વરસડા અને વલ્લી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આ સેવાસેતુ કાર્યક્રમના માધ્યમથી ગ્રામજનો રાજ્ય સરકારની વિવિધ 55 જેટલી સેવાઓનો લાભ ઘર આંગણે મેળવી શકશે. આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment