ડાંગ જિલ્લાની તમામ ૧૦૦ ગ્રામ પંચાયતોમાં સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી, પર્યાવરણ સંતુલન અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુથી દર મહિનાના પ્રથમ રવિવારે ‘સઘન સફાઈ ઝુંબેશ’, ‘કેચ ધ રેઈન’ અને ‘વૃક્ષારોપણ તથા સુકાયેલ રોપાઓની ફેરબદલી’ અંતર્ગત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ સમગ્ર ડાંગ જિલ્લામાં વ્યાપક લોકભાગીદારી સાથે મહા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાનના ભાગરૂપે વઘઈ સ્થિત પવિત્ર અંબામાતા મંદિર ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. જેમાં વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શકુંતલાબેન પાડવી સહિતના તાલુકા સદસ્યો તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ વઘઈ અંબામાતા મંદિર પરિસરમાં હાથમાં ઝાડુ પકડી સામુહિક શ્રમદાન કર્યું હતું અને જાહેર જનતાને સ્વચ્છતા જાળવવાનો સંદેશ પૂરો પાડ્યો હતો. આ સાથે જ “એક પેડ મા કે નામ ૩. ૦ અભિયાન” અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

જ્યારે આહવા અને સુબીર તાલુકામા પણ તાલુકા પંચાયત પ્રમુખો તેમજ ગ્રામીણ સ્તરે સફાઈ કર્મીઓ, સ્વસહાય જૂથો, સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક જોડાઈને જાહેર માર્ગો, ધાર્મિક સ્થળો, સરકારી કચેરીઓ અને શાળા પરિસરોની સફાઈ કરી હતી.

 

Related posts

Leave a Comment