હિન્દ ન્યુઝ, દાહોદ
આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટના નિદર્શનમાં અને પ્રોગ્રામ ઓફિસર ડૉ.સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ “પોષણ સંગમ” વર્કશોપ અવંતિકા રિસોર્ટ ખાતે યોજાયો.
“પોષણ સંગમ” વર્કશોપની શરૂઆતમાં પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ.સુધીર જોશી દ્વારા કાર્યક્રમની રૂપરેખા ને ધ્યાને લઇ વર્કશોપને અનુરૂપ શાબ્દિક પ્રવચન અને દીપ પ્રાગટ્ય કરી વર્કશોપની શરૂઆત કરવામાં આવી હતી.
“પોષણ સંગમ” વર્કશોપ આઈ.સી.ડી.એસ વિભાગ જીલ્લા પંચાયત દાહોદ અને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત દાહોદ તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત દ્વારા વર્કશોપને અનુરૂપ સંબોધન કરી. આઈ.સી.ડી.એસ અને આરોગ્ય વિભાગ સંકલન કરી જીલ્લા ને કુપોષણ મુક્ત કરવા માટે સહભાગી બની વધુ સારી કામગીરી કરવા પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું.
“પોષણ સંગમ” વર્કશોપમાં માસ્ટર ટ્રેનર તરીકે સૌ પ્રથમ ગરબાડા સીડીપીઓશ્રી નેહાબેન શુક્લા દ્વારા “અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ” વિશે વિસ્તૃતમાં સમજણ આપવામાં આવી જેમાં બાળકના જીવનના પ્રથમ ૬ મહિનામાં વૃદ્ધિમાં ઘટાડો એ એક ગંભીર સમસ્યા છે, જેના ઘણા કારણો અને ગંભીર પરિણામો હોઈ શકે છે. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે – નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય, વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં અયોગ્ય વધારો થયેલ હોય….બાળકના જીવનના પ્રથમ 6 મહિનામાં વૃદ્ધિમાં ઘટાડો એ એક ગંભીર સમસ્યા છે, જેના ઘણા કારણો અને ગંભીર પરિણામો હોઈ શકે છે. અર્લી ગ્રોથ ફોલ્ટરિંગ એટલે – નવજાતના વજનમાં ઘટાડો થયેલ હોય, વજનમાં વધારો ન થયો હોય અથવા વજનમાં અયોગ્ય વધારો થયેલ તે બાબતે ચર્ચા કરી તાલીમાર્થીઓને પોતાની કામગીરીમાં લઇ બાળકોના સર્વાંગી વિકાસમાં સહભાગી બનવા જણાવ્યું.
વર્કશોપમાં RCHO અશોક આર. ડાભી દ્વારા વર્કશોપને અનુરૂપ આરોગ્ય અને બાળ સંભાળના સંદર્ભમાં, CMTC (Child Malnutrition Treatment Centre – બાળ કુપોષણ સારવાર કેન્દ્ર) અને NRC (Nutrition Rehabilitation Centre – પોષણ પુનર્વાસ કેન્દ્ર) એ બંને અતિ ગંભીર કુપોષિત (SAM) બાળકોની સારવાર માટે સરકારી હોસ્પિટલોમાં ચાલતા વિશેષ કેન્દ્રો છે.આરોગ્ય ક્ષેત્રે CMTC અને NRC ના પરિચયહેતુ: ગંભીર રીતે કુપોષિત અને બિમાર બાળકોને હોસ્પિટલમાં રાખીને સાજા કરવા, તેમને પૌષ્ટિક આહાર આપવો અને તેમનું વજન તથા ઊંચાઈ યોગ્ય સ્તરે લાવવા અંગે ચર્ચા કરવામાં આવી.
વર્કશોપના માસ્ટર ટ્રેનર ગૃષા લેઉઆ દ્વારા C-MAM એટલે Community-based Management of Acute Malnutrition (સમુદાય આધારિત અતિ ગંભીર કુપોષણ વ્યવસ્થાપન). આ બાળકોમાં તીવ્ર કુપોષણની સમસ્યાને સમુદાય સ્તરે (ઘર અને આંગણવાડી કક્ષાએ) ઉકેલવા અને સારવાર માટેની એક મહત્વપૂર્ણ પદ્ધતિ છે.મુખ્ય હેતુઓ બાળકોમાં અતિ ગંભીર કુપોષણ (SAM – Severe Acute Malnutrition) ની સમયસર ઓળખ કરવી.કુપોષણના કારણે થતા મૃત્યુદરને ઘટાડવો.હોસ્પિટલમાં દાખલ કર્યા વગર ઘરે રહીને જ બાળકના સ્વાસ્થ્ય અને પોષણમાં સુધારો કરવો.કાર્યપદ્ધતિ અને મહત્વબાળકોનું વજન અને શારીરિક તપાસ નિયમિત કરવી.ભૂખ પરીક્ષણ અને પૌષ્ટિક ખોરાકનું માર્ગદર્શન આપવું.માતાઓ અને સમુદાયને પોષણ, આરોગ્ય અને સ્વચ્છતા વિશે જાગૃત કરવા અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું.
આયુષ મેડીકલ ઓફિસર ડભવા CHC ભૂમિકાબેન દ્વારા વર્કશોપને અનુરૂપ આલ્બેન્ડાઝોલ (Albendazole) શું છે અને તે કેવી રીતે કામ કરે છે? જેનું મુખ્ય કાર્ય એક એલોપેથિક એન્ટિ-પેરાસિટિક (કૃમિનાશક) દવા છે. તે કરમિયાને જરૂરી ગ્લુકોઝ (ખાંડ) શોષતા અટકાવે છે, જેથી કરમિયા નબળા પડીને મરી જાય છે અને મળ વાટે બહાર નીકળી જાય છે. જેના પોષણ સાથે સંબંધ જ્યાં સુધી પેટમાં કરમિયા હોય, ત્યાં સુધી બાળક ગમે તેટલો સારો ખોરાક ખાય, તેના પોષક તત્વો કરમિયા ખાઈ જાય છે. આ દવા આપવાથી કરમિયા મરે છે અને ખોરાકનું બધું જ પોષણ બાળકને મળવા લાગે છે જેથી બાળકોનો યોગ્ય સર્વાંગી વિકાસ થાય તેમાં પ્રયત્નો કરવા સલાહ આપવામાં આવી.આ ઉપરાંત હોમિયોપેથીક પધ્ધતિ દ્વારા કેવી રીતે કુપોષણ નિવારી શકાય તે બાબતે માર્ગદર્શન આપેલ.
વર્કશોપને અનુરૂપ DAO અને PO ડૉ. સુધીર જોશીએ “બાલ સંજીવની” પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ પ્રોજેક્ટ વડોદરા જિલ્લામાં સ્તનપાન કરાવતી માતાઓ, કુપોષિત બાળકો અને શાળાએ જતા બાળકોની સારવાર માટે આયુર્વેદિક ફોર્મ્યુલેશનના ઉપયોગ અંગેનો એક વૈજ્ઞાનિક અભ્યાસ હતો, જેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થયા છે. જે પ્રોજેક્ટ ના રીપોર્ટીંગ ફોર્મેટનો કેવી રીતે ઉપયોગ કરી મળેલ પરિણામનું સચોટ ટકાવારી દર્શાવતું બાળ સંજીવની પ્રોજેક્ટ થકી તમામ તાલીમાર્થીને મળેલ પરિણામલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.
વર્કશોપના માસ્ટર ટ્રેનર ઇન્ચાર્જ સીડીપીઓ દિવ્યા પ્રજાપતિ દે.બારિયા દ્વારા ગુજરાત સરકારના પોષણ સંગમ કાર્યક્રમ દ્વારા કુપોષણ નાબૂદી, સચોટ બાળ સ્વાસ્થ્ય, અને વિટામિન-એ સહિતના પોષક તત્વોની પૂર્તિ માટે આંગણવાડી સ્તરે સઘન કામગીરી થાય છે. આ અભિયાનમાં સ્વાસ્થ્ય અને પોષણયુક્ત આહારના પ્રસાર સાથે શિક્ષણ અને જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો તેમજ વિટામિન A નું મહત્વ, સ્વાસ્થ્ય સાથે આંખોનું રક્ષણ ,વિટામિન A બાળકોની નબળી નજર કે રતાંધળાપણું અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને બાળકોને ચેપી રોગો સામે રક્ષણ આપે છે. ખોરાક દ્વારા પ્રાપ્તિ: ગાજર, પપૈયા, લીલા પાંદડાવાળા શાકભાજી અને દૂધ જેવા આહાર દ્વારા વિટામિન A મળી રહે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
મુખ્ય સેવિકા બહેન ભગવતી બહેન સીંગવડ દ્વારા મૌખિક રીતે એક સક્સેસ સ્ટોરીની ચર્ચા કરવામાં આવેલ જે બાળક અતિ ગંભીર કુપોષિત હાલતમાં હતું તે બાળકને યોગ્ય સાર સંભાળ દ્વારા અને આંગણવાડી કેન્દ્રના મળતા પોષણક્ષમ આહારથી મળેલ પરિણામનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું.
વર્કશોપના અંતે તાલીમમાં હાજર રહેલ સીડીપીઓશ્રી , આયુર્વેદ આયુષ મેડીકલ ઓફિસરો, મુખ્ય સેવીકાબહેનઓ અને નેશનલ ન્યુટ્રીશન મિશન (NNM)ના તમામ સ્ટાફ દ્વારા ગ્રુપ બનાવી કાર્યક્રમને અનુરૂપ પ્રવૃતિઓ રજુ કરવામાં આવી. માસ્ટર ટ્રેનર તેમજ હાજર રહેલ તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
