હિન્દ ન્યુઝ, ભરૂચ
🔹 ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન (સ્ટેટ/પંચાયતના) કુલ 15 જેટલા રસ્તાઓ બંધ કરાયા.
🔹 વાલીયા તાલુકામાં માર્ગ અને મકાન (સ્ટેટ ) હસ્તકના 2 રોડ, વાલિયા વાડી રોડ, અને વાલીયા ભમાડીયા રોડ, ઝઘડીયા તાલુકાના 2 રોડ જેમાં અવિધા- સિમધરા રોડ, મહુવાડા એપ્રોચ રોડ રસ્તા મળી કુલ 4 રસ્તાઓ બંધ કરાયા.
🔹 માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ દ્નારા વાલિયા તાલુકામાં કુલ 6 જેટલા રસ્તાઓ પેટીયા ગુંદીયા રોડ, સેવડ દોલતપોર, ભરાડીયાથી પાતલ રોડ, શીનાડા એપ્રોચ રોડ, કોયલીવાવ આશ્રમ શાળા રોડ, માલજીપુરા એપ્રોચ રોડ, પઠાર વસાવા ફળીયા, પઠાર ઝોકલા રોડ, વાલિયા તુણા, રોડ બંધ કરવામાં આવ્યા.
🔹 નેત્રંગ તાલુકામાં ગુંદીયા ચિખલી કામલિયા ઝરણા કબીરગામ રોડ, મોટાજાંબુડાથી ગાળદા રોડ, લાલમંટોડીથી ઝરણા શણકોઇને જોડતો રોડ બંધ કરવામાં આવ્યો; ગુંદીયા ચિખલી કામલિયા ઝરણા કબીરગામ રોડ પર વૈકલ્પિક માર્ગ તરીકે પેટીયા- કવચિયા રોડ, લાલમંટોડી થી ઝરણા માટે કાંટીપાડા, ટીમલા રોડનો વૈકલ્પિક માર્ગ ઉપયોગ કરી શકાશે.
🔹 ઝઘડીયા તાલુકામાં રાજપારડી ભાલોદ રોડ અને માલજીપુરા એપ્રોચ રોડ બંધ કરાયો.
