હિન્દ ન્યુઝ, નડિયાદ
ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સની ટીમે સમયસૂચકતા દાખવી નડિયાદના અંધારી આમલી ગામના 35 વર્ષીય દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
હોસ્પિટલ તરફ જવાના માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતાં એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધિત બન્યો હતો. 108ના સેવાનિષ્ઠ કર્મીઓએ સ્થાનિક ગ્રામજનોના સહયોગથી માર્ગ પર પડેલ વૃક્ષ હટાવી દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડાયો.
આ કાર્ય 108 ઇમરજન્સી સેવા દ્વારા વિકટ પરિસ્થિતિમાં પણ સમયસર અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પૂરી પાડવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
