ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે બારખાંઘ્યા પુલ અને વઘઈ-સાપુતારા માર્ગની સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ડાંગ

ડાંગ જિલ્લામાં ગત દિવસોમાં પડેલા ભારે વરસાદને કારણે જનજીવન અને વાહન વ્યવહાર પર અસર થઈ હતી.

આ વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રાખીને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સઘન સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લાના બારખાંઘ્યા ગામે આવેલા પુલ નજીક નદીના પૂરના પાણીના કારણે ભારે ધોવાણ થતાં વાહનવ્યવહાર પર અસર પડી હતી. આ ઉપરાંત, પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ ગણાતા વઘઈ-સાપુતારા માર્ગ પર પહાડ પરથી માટી અને પથ્થરો ધસી આવતાં (લેન્ડસ્લાઇડિંગ) રસ્તો અંશતઃ અવરોધાયો હતો.

આ બંને સંવેદનશીલ સ્થળોએ રૂબરૂ પહોંચીને શ્રી પટેલે સ્થિતિનું તદ્દન નજીકથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક ગ્રામજનો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર જ ઉપસ્થિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને જરૂરી તકેદારીના પગલાં લેવા સૂચના આપી હતી.

Related posts

Leave a Comment