ગાંધીનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વહીવટી તંત્ર પૂરજોશમાં સજ્જ!

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા માટે તંત્ર સતર્ક બન્યું છે.

આજરોજ કલેક્ટર રવિન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેક્ટર વિપુલ ઠક્કર અને અધિક કલેક્ટર અમિત પરમાર દ્વારા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી.

મુખ્ય બાબતો:

🔹 વરસાદી સ્થિતિ, વીજ પુરવઠો અને રસ્તાઓની સ્થિતિ અંગેની સમીક્ષા કરી.

🔹 કંટ્રોલ રૂમ ખાતે ૨૪ કલાક સતર્ક રહીને નાગરિકોની ફરિયાદો પર ત્વરિત કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું.

🔹 કોઈપણ આપાતકાલીન સ્થિતિમાં પહોંચી વળવા અને ત્વરિત રાહત-બચાવ કામગીરી માટે સ્ટાફને સૂચના આપી.

જિલ્લા વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. 

Related posts

Leave a Comment