હિન્દ ન્યુઝ, તાપી
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના શ્રવણીયા એપ્રોચ રોડ પર પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ દ્વારા કોઝવે અને નાળાંની સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
જેસીબી મશીન અને શ્રમિકોની મદદથી કોઝવે તથા નાળાંની ત્વરિત સફાઈ કામગીરી પૂર્ણ કરી, જેના પરિણામે પાણીના વહેણને પૂર્વવત કરવામાં આવ્યું અને માર્ગ પરની અવરજવર સુચારુ બનાવવામાં આવી.
