વડોદરાના સમા-સાવલી રોડ પર કામગીરી દરમિયાન એક વીજ કર્મચારીને કરંટ લાગવાની ઘટના અંગે મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ સંદર્ભે ઊર્જા વિભાગની સ્પષ્ટતા

હિન્દ ન્યુઝ, વડોદરા

    ઊર્જા વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ઈજાગ્રસ્ત મહેશ રાઠોડની હાલત સ્થિર છે, ઘટના બાદ તેઓને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. તબીબી તપાસ અનુસાર, તેમના અંગૂઠા પર સામાન્ય દાઝવાના નિશાન સિવાય શરીર પર કોઈ મોટી શારીરિક ઈજા નથી અને તેમને હાલ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર સવારે કરાયેલ ECG અને લોહીના રિપોર્ટ સંપૂર્ણપણે નૉર્મલ આવ્યા છે, અને સાંજે 6:30 વાગ્યાની સ્થિતિએ તેમની તબિયત સામાન્ય છે.

Related posts

Leave a Comment