હિન્દ ન્યુઝ, ડાંગ
PC&PNDT Act અંતર્ગત તા.૨૬/૦૫/૨૦૨૬ના રોજ ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી.
આ બેઠકમાં The PC & PNDT Act અંતર્ગત અત્રેના ડાંગ જિલ્લામાં કાયદાના શરૂઆતથી આજદિન સુધી કુલ ૮ (આંઠ) સંસ્થા રજીસ્ટ્રેશન થયેલ છે જેમા (૧) દિવ્ય છાયા હોસ્પિટલ,સુબીર (૨) જનરલ હોસ્પિટલ,આહવા (૩) સી.એચ.સી.,વઘઇ (૪) કિયાન હોસ્પિટલ,આહવા (૫) જનમ હોસ્પિટલ,વઘઇ (૬) ડો.કિરણ મલ્ટીસ્પેસ્યાલીટી, આહવા (વનબંધુ) (૭) ગૌરાંગ નર્શીંગ હોમ,આહવા (૮) બ્લુ-બ્લડ-સાકારપાતળ રજીસ્ટ્રેશન થયેલ તથા રિન્યુ થયેલ તમામ સંસ્થાની સભ્યોને જાણકારી આપવામાં આવી જો આ સિવાય જિલ્લામાં બીજી કોઇ પણ ખાનગી હોસ્પિતલ ખાતે સોનોગ્રાફી કરવામાં આવતી હોય તો સબ ડ્રિસ્ટ્રીક્ટ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને The PC & PNDT Act અંતર્ગત કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.
The PC & PNDT Act અંતર્ગત ડાંગ જિલ્લામાં કાયદાના શરૂઆતથી આજદિન સુધી કુલ ૧૫ (પંદર) જેટલી Manufactures/Retailer/Distributor/Importers/Dealer તરીકે રજીસ્ટ્રેશન થયેલ છે જે બાબતની તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી.તેમજ માન.અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા PC&PNDT Act અંતર્ગત દર ૩ (ત્રણ) મહિને સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા આરોગ્ય ઓથોરીટી દ્વારા કરવામાં આવતી ક્લિનિક વેરીફિકેશન બાબતે વર્ષ ૨૦૨૫-૨૬ના માઇક્રોપ્લાન મુજબ કરેલ કામગીરીની ચર્ચા કરવામાં આવી વધુમાં છેલ્લા પ (પાંચ) (૨૦૨૧-૨૨ થી ૨૦૨૬-૨૭) વર્ષનો Sex Ratio Techo+ મુજબ ચર્ચા કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જણાવ્યું કે, જે તાલુકાના પ્રા.આ.કે./હેલ્થ અને વેલનેશ સેન્ટરમાં ઘટાડો હોય તે વિસ્તારમાં IEC કરી બહોળો પ્રચાર-પ્રસાર થાય તેવું આયોજન કરવા જણાવ્યુ હતું.
PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગમાં શ્રીમતી સુનિતાબેન બાગુલ, ચેરમેનશ્રી- ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી, ર્ડા.એચ.એમ.ગામીત, એપ્રોપ્રિએટ ઓથોરીટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ર્ડા.અનુરાધા ગામીત,સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા આરોગ્ય અધિકારી આહવા, ર્ડા.સ્વાતી પવાર સબ એપ્રોપ્રિએટ ઓથોરીટી અને તાલુકા આરોગ્ય અધિકારી, ર્ડા. એ.જી.પટેલ ચેરમેન, આઇ.એમ.એ., આહવા હસમુખ વણકર, આખાગાન સંસ્થા, આહવા તથા પટેલ ઉમાકાન્ત જી, PC&PNDT Act પ્રોગ્રામ આસીસ્ટંટ,આરોગ્ય શાખા હાજર રહ્યાં હતા.
