લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત 

સુરત જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, સુરત જિલ્લા ન્યાયાલય અને સામાજિક વનીકરણ વિભાગ તથા લાજપોર સેન્ટ્રલ જેલના સંયુકત ઉપક્રમે લાજપોર સેન્ટ્રલ જેલ પરિસરમાં ૪૦૦ જેટલા વૃક્ષો વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ અવસરે સચિવશ્રી અને સીનીયર સિવિલ ન્યાયાધીશ ડી.આર.જોષી, સીનીયર જેલર પી.ડી. હિહોરીયા, જેલર એસ.બી.તડવી, પી.એલ.વી પ્રદિપ શિરસાઠ, રાઉન્ડ ફોરેસ્ટર સચિનના કમલેશભાઈ પટેલ, રાઉન્ડ ફોરેસ્ટર મગોબ, આર.આર વાડું, બીટ ગાર્ડ અલથાણના શુભાંગીબેન ચૌધરી સહિતના મહાનુભવોના હસ્તે લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

Related posts

Leave a Comment