વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન માટે આપદા મિત્રોની સાત દિવસીય તાલીમનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, વલસાડ 

વલસાડ જિલ્લામાં આપત્તિ વ્યવ્સ્થાપનની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું માળખું ઉભું કરવા વલસાડ જિલ્લાના NSS/MYB (માય યુવા ભારત) વિદ્યાર્થીઓ માટે યુવા આપદા મિત્રોની તાલીમનો આજથી ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર ખાતે પ્રારંભ થયો છે. જે આગામી તા. ૭ જુલાઈ સુધી ચાલશે. 

આ તાલીમનું બે તબક્કામાં આયોજન કરાયું છે, જેમાં પ્રથમ તબક્કામાં વલસાડ જિલ્લાના NSSના કુલ ૩૮ વિદ્યાર્થીઓ અને માય યુવા ભારતના કુલ- ૪૭ સ્વયંસેવકોનો બેચ મળી કુલ ૮૫ વિદ્યાર્થીઓ તાલીમ મેળવશે. જિલ્લામાંથી, ડિઝાસ્ટર શાખા, કલેક્ટર કચેરી વલસાડ દ્વારા માસ્ટર ટ્રેનર ઈમરજન્સી રેસ્ક્યુ ફોર્સ વાપીની ટીમ મારફત તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી તાલીમમાં આપત્તિ વ્યવસ્થા વિષેની માહિતી, સુનામી, પુર, ભુકંપ, ઔદ્યોગિક અકસ્માત, સ્નેક બાઈટ, ફાયર સેફટી, શોધ બચાવ અંગે ઘાયલ વ્યક્તિઓને ઉપાડવાની પદ્ધત્તિ, સમુદાય આધારિત પ્રાથમિક સારવાર/સીપીઆર જેવા મહત્વના વિષયો ઉપર ૭ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવી રહી છે.

 આજના પ્રથમ દિવસે એચ. એચ. કાકલોત્તર – મામલતદાર ડિઝાસ્ટર એ હાજર રહી ડિઝાસ્ટર તાલીમની અગત્યતા વિશે સમજ આપવામાં આપી હતી. સાત દિવસ દરમિયાન જે અહીં તાલીમમાં જે પણ શીખીને જાવ તે તેમના ગામમાં જઈ જન જાગૃતિ પ્રોગ્રામ કરી લોકો સુધી તાલીમની ઉપયોગીતા અંગેનો સંદેશ પહોંચે અને વધુ લોકો ડિઝાસ્ટરની અગત્યતા સમજે એવી સમજ આપી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ તમામ વિદ્યાર્થીઓને યુવા આપદા મિત્રો તરીકે આઈ કાર્ડ, સર્ટિફિકેટ અને રેસ્ક્યુ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. નોડલ અધિકારીશ્રી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા સાત દિવસની તાલીમમાં વિઝિટ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.

Related posts

Leave a Comment