તત્કાલીન મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધ દ્રષ્ટિ ના પરિણામે રાજ્યમાં શિક્ષણની ક્રાંતિ

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા

      સાવરકુંડલા શહેરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના અધ્યક્ષસ્થાને શહેરની પ્રાથમિક શાળા નં. ૬ તેમજ એસ.વી. દોશી ગર્લ્સ માધ્યમિક શાળામાં નવપ્રવેશી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરવામાં આવેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ વિદ્યાર્થીઓને આવકારી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવી, બદલાતા શિક્ષણપ્રવાહો સાથે કદમ મિલાવી આગળ વધવા અને દેશનું નામ રોશન કરવા પ્રેરિત કર્યા હતા.

ધારાસભ્યએ શિક્ષકોની સાથે વાલીઓ અને સમાજને પણ શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત બનવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં સાવરકુંડલા શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટીઓ, આચાર્યઓ, શિક્ષકો, વાલીઓ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment