જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર

     આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ ૮ શાળાઓમાં ૧૭૫ બાળકોનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

કન્યા કેળવણી મહોત્સવ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને સશક્ત સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે : મંત્રી

એચ.એમ.નંદા માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા. જેમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત અને આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. 

કાર્યક્રમમાં એચ.એમ.નંદા માધ્યમિક શાળામાં ધો.૯માં ૫૨, આંગણવાડીના ૬, બાલવાટિકાના ૧૦ અને નારણપુર તાલુકા શાળાના ૬ વિદ્યાર્થીઓને શાળામાં આવકારવામાં આવ્યા

Related posts

Leave a Comment