હિન્દ ન્યુઝ, વલસાડ
જેમણે યોગને વિશ્વ ફલક પર ઓળખ અપાવી, એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. ૨૧ જૂન,૨૦૨૬ ના રોજ વલસાડના તિથલ સ્થિત શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે સવારે ૬ થી ૮ વાગ્યા સુધી જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે.
રાજયકક્ષા મંત્રી, જળસંપત્તિ, પાણી પુરવઠા (સ્વતંત્ર હવાલો) ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા યોગ ઉત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિત પદાધિકારીઓ, અધિકારીઓ જોડાશે.
આ વર્ષે ૧૨માં વિશ્વ યોગ દિવસની ઉજવણી “Yoga for Healthy Ageing”ના સંદેશ સાથે થશે. આધુનિક જીવનશૈલીમાં સંતુલન લાવવા અને સમગ્ર પૃથ્વી તથા માનવ જાતિના કલ્યાણ માટે યોગ દ્વારા એકતા, શાંતિ અને આરોગ્યના આ ભવ્ય ઉત્સવમાં સહભાગી બની સામૂહિક ચેતનાનો અનુભવ કરીએ એવુ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જણાવાયુ છે.
