નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલીના ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ અને નારી સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

હિન્દ ન્યુઝ, નવસારી

    નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના ખુંધ ખાતે આવેલ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સંસ્થામાં આશ્રય પામેલા બાળકો અને મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને અનુભવો વિશે જાણકારી મેળવી હતી. કલેક્ટરએ બાળકો અને મહિલાઓ સાથે સંવેદના સાથે ચર્ચા કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

મુલાકાત દરમિયાન કલેક્ટર મનીષ ગુરવાનીએ સંબંધિત અધિકારીઓ પાસેથી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રના શિશુ ગૃહ , ડોરમેટરિ , ભોજન ,સ્વચ્છતા સંબંધિત વિવિધ સુવિધાઓ અને આશ્રિતોને અપાતા લાભો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે સંસ્થાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.

કલેક્ટર મનીષ ગુરવાનીએ બાળકો તથા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે આરોગ્ય, કૌશલ્ય વિકાસ અને માનસિક સશક્તિકરણ જેવી સુવિધાઓના વધુ અસરકારક આયોજન પર ભાર મૂક્યો હતો. તેમણે આશ્રિતોને ગુણવત્તાસભર સેવાઓ અને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ થાય તે માટે જરૂરી તમામ બાબતોને આયોજનમાં સમાવવાની સૂચના આપી હતી.સાથે અધિકારીઓ અને કર્મચારીઓને સંવેદનશીલતા સાથે કામગીરી કરી બાળકો તથા મહિલાઓના કલ્યાણ અને પુનર્વસન માટે સતત પ્રયાસશીલ રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો

    આ મુલાકાત દરમિયાન નાયબ કલેકટર શિવરાજ ખુમાણ ,ઈ.ચા ચીખલી પ્રાંત અધિકારી રોશની પટેલ , ચીખલી મામલતદાર, ચીખલી તાલુકા વિકાસ અધિકારી ભાવના યાદવ તથા જિલ્લાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment