વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) મધ્ય ગુજરાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન યોજાનાર VGRC ‘વોકલ ફોર લોકલ’ પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે.

🔹 મધ્ય ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અનેક હસ્તકલાઓથી સમૃદ્ધ છે કે જેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક, સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.

🔹 મધ્ય ગુજરાતના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક મંચ પૂરો પાડશે કે જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડી શકાશે.

Related posts

Leave a Comment