તા. 22 મે, આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ; ડાંગની વનરાજી અને વિશિષ્ટ જૈવ વિવિધતા વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, ડાંગ

ડાંગ જિલ્લો તેના પહાડ, ધોધ અને ઝરણાંની સાથે – સાથે પર્યાવરણને જીવંત રાખતા સૂક્ષ્મ જીવો અને સરિસૃપની વિવિધ પ્રજાતિઓ માટે પણ જાણીતો છે; ડાંગ જિલ્લામાં જોવા મળતાં વન્ય પ્રાણીઓ અને અસંખ્ય પ્રવાસી પક્ષીઓ કુદરતી સંતુલન જાળવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ડાંગમાં જોવા મળતી શતાવરી, બ્રાહ્મી જેવી અમૂલ્ય આયુર્વેદિક વનસ્પતિઓથી લઈને વાંસના ફૂલો અને આકર્ષક પતંગિયાઓનું વિશ્વ ડાંગના જંગલોને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવે છે.

શિયાળા અને ચોમાસા દરમિયાન આ વિસ્તારની સુંદરતા પ્રવાસીઓને પ્રકૃતિને નજીકથી માણવાની તક આપે છે.

Related posts

Leave a Comment