રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પંચમહાલ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, અમદાવાદ

    રાજ્યપાલએ કાલોલ તાલુકાના મલાવ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો. ત્યારબાદ યોગથી થતાં શારીરિક તેમજ માનસિક ફાયદા અંગેની વિસ્તૃત માહિતી આપી.

   રાજ્યપાલએ પર્યાવરણના જતનનો સંદેશ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ ગ્રામજનો સાથે વૃક્ષારોપણ કર્યું; સાથે જ ગ્રામજનોને વાવેલા વૃક્ષોના જતનની જવાબદારી સોંપીને ગામને હરિયાળું બનાવવા અનુરોધ કર્યો.

Related posts

Leave a Comment