હિન્દ ન્યુઝ, નવસારી
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ચીખલી હસ્તક વિવિધ માર્ગોના વિકાસ કાર્યો ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ખેરગામ-બહેજ-વડપાડા પાર્ટી રોડ (કિ.મી. 0/0 થી 11/80) પર સીસી રોડ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂની સપાટી દૂર કરીને નવા ધોરણ મુજબ મજબૂત અને ટકાઉ પાથરણી કરવામાં આવી રહી છે.તે ઉપરાંત ખારેલ-ટાંકલ-બોડવાંક-ધોળીકુવા રોડ (કિ.મી. 0/0 થી 19/6) પર ડામર વર્ક અને ફોરલેનિંગ કામગીરી પણ પ્રગતિ હેઠળ છે. આ વિકાસ કાર્યો પૂર્ણ થયા બાદ વાહનવ્યવહાર વધુ સુગમ, સુરક્ષિત અને સગવડભર્યો બનશે.
આ પ્રોજેક્ટથી સ્થાનિક નાગરિકો, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરોને સીધો લાભ મળશે તેમજ વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે.
