જન ભાગીદારી-સબસે દૂર, સબસે પહેલે અભિયાન: સુરત જિલ્લો

હિન્દ ન્યુઝ, સુરત

     ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના માર્ગદર્શન હેઠળ “જન ભાગીદારી – સૌથી દૂર, સૌથી પહેલા” અભિયાન અંતર્ગત સુરત જિલ્લામાં વસતા આદિમ જનજાતિ સમુદાય સુધી સરકારની વિવિધ યોજનાઓના મહત્તમ લાભો પહોંચાડવા માટે વિશેષ કેમ્પ યોજવામાં આવશે. 

          જેમાં તા.૨૦/૫/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ વગ્યાથી કામરેજ તાલુકાના પ્રા.આરોગ્ય કેન્દ્ર,ઓરણા ખાતે કેમ્પ દ્વારા નનસાડ, ખોળેશ્વર, ધાતવા, દિગસ, માછી, ઓરણા, જાતભરથાણા, આસ્તા, દેલાડ, શામ્પુરા, ટીમ્બા, કરજણ અને અખાખોલના ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ આપવામાં આવશે. 

          તેમજ સુરતના માંગરોળ તાલુકાના ભાડકુવા, વાડ, અમરકુઈ, કેવડીકુંડ, ઈશનપુર, લવેટ, મોટી ફળી, નાંદોલા, પાતળદેવી, કંટવાવ, સેલારપુર, માંડણ-બોરિયા અને ઘોડ્બર સહિતના ગામો માટે સવારે ૯:૦૦ વાગ્યાથી ઈશનપુર પ્રાથમિક શાળા ખાતે શરુ થતાં કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભો આપવામાં આવશે. 

            ઉલ્લેખનીય છે કે, આદિમજૂથોનાં સશક્તિકરણ માટે દેશવ્યાપી ચાલનારા આ અભિયાન હેઠળ સુરત જિલ્લાના ૯ તાલુકાના ૩૯૮ ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં આઠ દિવસ અભિયાન હેઠળ વિવિધ જાગૃતિ કાર્યક્રમોની સાથે ગ્રામજનોને આરોગ્ય, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, પેન્શન યોજનાઓ, બેંક ખાતા, રોજગારલક્ષી યોજનાઓ, શિક્ષણ સહાય, કૌશલ્ય વિકાસ અને અન્ય મૂળભૂત સેવાઓનો બહોળો લાભ આપવામાં આવશે.

Related posts

Leave a Comment