હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં રાજ્ય સરકાર સંચાલિત, પ્રાથમિક શાળાઓમાં નિયુક્તિ થયા વિનાના મધ્યાહ્ન ભોજન કેન્દ્રમાં વ્યવસ્થાપક (સંચાલક) ની નિયત કરેલ માસિક માનદ વેતનથી ખંડ સમય અને ગમે ત્યારે વગર નોટિસે છૂટા કરવાની શરતે હંગામી ધોરણે નિયક્તિ કરવાની છે.
કેન્દ્ર નં. ૨૦-ટોબરા પે સેન્ટર શાળા, ૨૮- પ્રશ્નાવડા કન્યા પ્રા.શા, ૩૧ ગાયત્રી સીમ શાળા, ૩૩- પીપળવા પ્રા. શાળા, ૪૪- મોરાસા પ્રા. શાળા, ૫૧- લોઢવા પ્રા. શાળા અને ૬૧-વિરોદર પ્રા. શાળા ખાતે ખાલી જગ્યા પર પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રો ઉપર સંચાલકોની ઉચ્ચક માનદવેતનથી ખંડ સમય માટે તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની હોવાથી ભરતી માટે અરજી ફોર્મ મંગાવવામાં આવ્યા છે.
આ અંગેનું નિયત અરજીફોર્મ પી.એમ.પોષણ યોજના શાખા, રુમ નં-૬, મામલતદાર કચેરી, સૂત્રાપાડા ખાતેથી તા.૧૧/૦૫/૨૦૨૬ થી ૨૦/૦૫/૨૦૨૬ સુધીમાં કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) મળી શકશે. નિયત સમય બાદ મળેલ અરજી તેમજ અધુરી, અસ્પષ્ટ કે આધાર-પુરાવાઓ વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
સંચાલક તરીકે નિમણૂંક મેળવવા ઉમેદવાર એસ.એસ.સી પાસ કે તેની સમકક્ષ લાયકાત ધરાવતાં હોવા જોઇશે તથા ઉમેદવાર જે-તે ગામના વતની હોવા જોઈશે. સંચાલક તરીકે નિમણૂંક પામનારની લઘુત્તમ વય મર્યાદા ૨૦ વર્ષની તથા મહત્તમ વય મર્યાદા ૬૦ વર્ષની હોવી જોઇએ. લાયકાત ઠરાવમાં વિધવા, ત્યક્તા તથા મહિલાઓને નિમણૂંકમાં અગ્રતાક્રમ આપવામાં આવશે તેમ મામલતદાર સૂત્રાપાડાની યાદીમાં જણાવેલું છે.
