ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સરકારી વિશ્રામગૃહ, ડાક બંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગ અંગે નિયંત્રણ રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. આ અનુસંધાને જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે ધ્વારા હુકમ ફરમાવવામાં આવ્યો છે.

જે મુજબ કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર સરકારી વિશ્રામગૃહ, ડાક બંગલા અથવા સરકારી રહેણાંકનો એકહથ્થો ઉપયોગ કરી શકશે નહીં તેમજ અન્ય પક્ષોને પણ સમાન તક આપવી પડશે.

આ રહેણાંક સ્થળોનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણીલક્ષી હેતુ માટે સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહોમાં રાજકીય બેઠકઓ યોજવાની મનાઈ રહેશે.

પ્રચાર માટે આવતા મહાનુભાવોને ફાળવેલ રૂમ સાથે સંકળાયેલા મહત્તમ બે વાહનોને જ પરિસરમાં પાર્કિંગની મંજૂરી રહેશે.

કોઈપણ વ્યક્તિને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં.

મતદાનના ૪૮ કલાક પૂર્વે પ્રચાર માટે આવતા મહાનુભાવો માટે આ વિશ્રામગૃહોમાં રહેવાની મંજૂરી નહીં હોય.

આ હુકમ ગાંધીનગર જિલ્લાના ચૂંટણી લાગુ પડતા તમામ વિસ્તારોમાં અમલમાં રહેશે અને તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી અમલ કરવાનો રહેશે.

હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Related posts

Leave a Comment